લોકસભા ચૂંટણી ૨૦૨૪ છઠ્ઠા તબક્કા માટે આવતી કાલે મતદાન

Share this story

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી સૌથી વધુ ૨૨૩ ઉમેદવારો હરિયાણાના છે, જ્યારે ઓછામાં ઓછા ૨૦ ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો માટે કુલ ૧૬૨ ઉમેદવારો, બિહારની આઠ બેઠકો માટે ૮૬ ઉમેદવારો, દિલ્હીની સાત બેઠકો માટે ૧૬૨ ઉમેદવારો, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો માટે ૭૯ ઉમેદવારો મેદાનમાં છે.

Lok sabha elections 2024- લોકસભા ચૂંટણી 2024 ક્યારે છે?: 16 એપ્રિલની સંભવિત તારીખને લઈને સસ્પેન્સ, દિલ્હીના સીઈઓએ જવાબ આપ્યો૨૫ મેના રોજ યોજાનાર ચૂંટણીમાં જે દિગ્ગજોનું ભાવિ નક્કી થવાનું છે તેમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર, ઓડિશા), ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર (ઉત્તર પૂર્વ દિલ્હી), ભાજપના મેનકા ગાંધી સુલતાનપુર (ઉત્તર પ્રદેશ), પીડીપીના મહેબૂબા મુફતી (અનંતનાગ-રાજોરી, જમ્મુ-કાશ્મીર), ભાજપના અભિજિત ગંગોપાધ્યાય (તમલુક, પશ્ચિમ બંગાળ), ભાજપના મનોહરલાલ ખટ્ટર (કરનાલ, હરિયાણા), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર, હરિયાણા) અને રાવ ઇન્દ્રજિત સિંહ (ગુડગાવ)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૫.૯૬ ટકા મતદાન થયું છે. આમાં સૌથી ઓછું ૬૨.૨ ટકા મતદાન પાંચમા તબક્કામાં થયું હતું જ્યારે સૌથી વધુ ૬૯.૧૬ ટકા મતદાન ચોથા તબક્કામાં થયું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો માટે ગેમ ચેન્જર છે. કરવામાં આવી રહેલા ૪૦૦ પ્લસના દાવા માટે ભાજપે યૂપીમાં કેસરિયો કરવો જ રહ્યો. આ માટે છઠ્ઠા તબક્કાની ૧૪ બેઠકો પર ભાજપે ક્લિન સ્વીપ કરવું જ રહ્યું. ગત ચૂંટણીમાં ભાજપને અહીં ૧૪ માંથી ૯ બેઠકો મળી હતી. માયાવતીની પાર્ટીને ૪ બેઠકો અને સમાજવાદી પાર્ટીને એક બેઠક મળ હી. સ્થાનિક રાજકારણની વાત કરીએ તો આ વખતે સ્થિતિમાં ફેરબદલ દેખાઇ રહ્યો છે અને સમાજવાદી પાર્ટી ફરી એકવાર ઉભી થતી દેખાઇ રહી છે. આ સંજોગોમાં ભાજપ માટે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ થઇ શે છે.

આ પણ વાંચો :-