બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં હનીટ્રેપમાં ફસાવવા બદલ આ મહિલાની ધરપકડ

Share this story

બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની તાજેતરમાં કોલકાતામાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોલકાતાના ન્યુટાઉન વિસ્તારમાં અનવારુલને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક મહિલાની બાંગ્લાદેશથી ધરપકડ કરી છે. આ હત્યાના મુખ્ય આરોપી અખ્તર રઝમાન શાહીને બાંગ્લાદેશી સાંસદને હનીટ્રેપની મદદથી ફસાવ્યા હતા. શાહિને શીલાંતી રહેમાન નામની મહિલાને સાંસદ અનારની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને શીલાંતીએ એક મેસેજ દ્વારા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારને ન્યૂટાઉન બોલાવ્યા હતા.

ઘટનાના દિવસે યુવતીએ ખૂબ જ ચતુરાઈથી સાંસદને ન્યૂ ટાઉન સ્થિત તેના ફ્લેટમાં બોલાવ્યો અને પછી ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌપ્રથમ સાંસદને બેડરૂમમાં લાવવામાં આવ્યા, ત્યાં થોડીવાર વાતચીત થઈ અને પછી અચાનક તેમના ચહેરા પર ઓશીકું મૂકી દેવામાં આવ્યું. સાંસદનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા બાદ કસાઈએ પોતાનું કામ શરૂ કર્યું.

પોલીસનું માનવું છે કે, સાંસદ અનવારુલને એક મહિલા લલચાવીને ન્યુ ટાઉનના એક ફ્લેટમાં લઇ ગઈ હતી. પોલીસને શંકા છે કે, ભાડાના હત્યારાઓ દ્વારા સાંસદની હત્યા કરવામાં આવી હશે. અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ હત્યાના મામલે મુખ્ય આરોપીઓમાંથી એકને મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ વ્યક્તિ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા નજીક પશ્ચિમ બંગાળના એક વિસ્તારમાં રહે છે. જોકે, પોલીસે હજી સુધી આ આરોપીની ઓળખ છતી કરી નથી.

બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ CIDએ એક વ્યક્તિની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ હત્યાના એક આરોપીને મળ્યો હતો. આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બંગાળના વિસ્તારનો રહેવાસી છે.