દિલ્હી હાઈકોર્ટે આજે શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે વ્યક્તિગત રીતે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વીડિયો સંબંધિત પોસ્ટને દૂર કરવા પણ કહ્યું છે.
સુનિતા કેજરીવાલ સામે આ PIL દિલ્હીના વકીલ વૈભવ સિંહે દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રીના પત્નીએ જાણી જોઈને અને ઈરાદા પૂર્વક દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ વીડિયો કોન્ફરન્સિંગના નિયમોની અવગણના કરી છે. આ અરજીમાં અક્ષય મલ્હોત્રા, X યૂઝર નાગરિક-ઈન્ડિયા જીતેગા, પ્રમિલા ગુપ્તા, વિનેતા જૈન અને ડો. અરુણેશ કુમાર યાદવ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસની સુનાવણી 9મી જુલાઈના રોજ થશે.
દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ તેમને બીજી વખત ૨૮ માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એડવોકેટ વૈભવ સિંહે દલીલ કરી હતી કે, આ કેસની સુનાવણી આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો સાથે સંકળાયેલા કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા વીડિયો અને ઑડિયોમાં રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ એક વપરાશકર્તા દ્વારા રેકોર્ડ કરાયેલ ઓડિયો અને વિઝ્યુઅલ ફરીથી પોસ્ટ કર્યો છે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં એક SITના ગઠનની માગ કરી છે, જે આ લોકો સામે તપાસ કરે અને FIR નોંધે જેમણે કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અને વિડિયો સાર્વજનિક કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ટ્રાયલ કોર્ટના જજનું જીવન જોખમમાં મુકાયું છે.
આ પણ વાંચો :-