‘અમારી દવાઓ સંશોધન પર આધારિત, SCની પતંજલિને ચેતવણી બાદ બાબા રામદેવનો જવાબ

Share this story

ભારતની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પ્રોડક્ટ પર કડક ફટકાર લગાવી છે અને કડકાઈ સાથે કહ્યું હતું કે, તેઓ ભ્રામક જાહેરાતો બંધ કરે. ત્યારે આ મામલે યોગગુરુ અને પતંજલિના સ્થાપક બાબા રામદેવે જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ રામદેવે કહ્યું કે, પતંજલિએ ક્યારેય ખોટો પ્રચાર કર્યો નથી. અમારી દવાઓ સંશોધન પર આધારિત છે. રામદેવે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, મેડિકલ માફિયાઓ અમારા વિરુદ્ધ પ્રોપગેંડા ચલાવી રહ્યા છે.

બાબા રામદેવે કહ્યું કે, હું ક્યારેય કોર્ટમાં હાજર થયો નથી. પરંતુ હું સુપ્રીમ કોર્ટમાં હાજર થવા તૈયાર છું. હું મારું સંપૂર્ણ સંશોધન રજૂ કરવા માટે પરવાનગી મેળવવા માંગુ છું. અમને અમારા દર્દીઓ અને સંશોધન રજૂ કરવાની તક આપવી જોઈએ. ઉપરાંત ડ્રગ એન્ડ મેજિક રેમેડી એક્ટ જે 1940માં બનાવવામાં આવ્યો હતો. તેની ખામીઓને ઉજાગર કરીને આ કરી શકે છે. તેમણે કહ્યું કે, લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, એકવાર બીમાર પડી ગયા તો તેમને આખી જીંદગી દવા લેવી પડશે, અમે શું કહીએ છીએ કે તમે દવાઓ છોડીને કુદરતી જીવન જીવો. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સામે સેંકડો દર્દીઓની પરેડ કરવા તૈયાર છીએ. તમામ સંશોધનો આપવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટે યોગગુરુ અને પતંજલિના સંસ્થાપક બાબા રામદેવ ની રિટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. બાબા રામદેવે કોરોનાકાળ દરમિયાન એલોપેથિક ઉપચાર  વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે ઘણા રાજ્યોમાં તેમની સામે કેસ નોંધાયો, ત્યારે આ મામલે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી ફોજદારી એફઆઈઆરથી રક્ષણની માંગ કરી હતી.

રામદેવે Covid-૧૯ મહામારી દરમિયાન એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  દ્વારા મંજૂર કરાયેલ રેમડેસિવિર અને ફૈબિફ્લૂ  જેવી દવાઓ કોરોના દર્દીઓની સારવારમાં નિષ્ફળ ગઈ છે. રામદેવ એલોપેથીક ઉપચાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી એક વીડિયોમાં કહ્યું હતું કે, મેડિકલ ઓક્સીજન અને પથારીની અછત કરતા એલોપેથિક દવાઓના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડૉક્ટરો રોષે ભરાયા હતા. IMAએ રામદેવને કાનૂની નોટિસ પાઠવી હતી. ત્યારબાદ રામપુર અને પટણાની આઈએમએ શાખાઓએ તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

આ પણ વાંચો :-