કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને MUDA જમીન કૌભાંડ કેસમાં આજે મંગળવારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં રાજ્યપાલ સામેની તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને રાજ્યપાલના આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, અરજીમાં જણાવવામાં આવેલા તથ્યોની તપાસ કરવાની જરૂર છે. આમ કહીને હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ કાર્યવાહીને મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલે આ મામલે સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
હકીકટમાં, આ મુદ્દો 3.14 એકર જમીનના ટુકડાને લગતો છે, જે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામે છે. ભાજપ આ મામલાને લઈને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત પ્રહારો કરી રહી છે અને CM સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે. આ કેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
મૈસૂર અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટીએ વર્ષ 1992 માં કેટલીક જમીન રહેણાક વિસ્તારને વિકસાવવા માટે ખેડૂતો પાસેથી જમીન લીધી હતી. આ પ્રક્રિયા અંતગર્ત કૃષિ જમીનથી અલગ કરવામાં આવ્યો હતો, પરંતુ 1998 માં સંપાદિત જમીનનો એક ભાગ MUDA એ ખેડૂતોને પરત કરી દીધો હતો. આ રીતે આ જમીન ફરી એકવાર કૃષિ જમીન બની ગઇ. અહીંયા સુધી બધુ જ બરોબર હતું. પરંતુ હવે વિવાદની શરૂઆત 2004 થી થઇ, આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઇ બી.એમ.મલ્લિકાર્જુને વર્ષ 2004 માં આ જમીનમાં 3.16 એકર જમીન ખરીદી. આ દરમિયાન 2004-05 માં કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ ગઠબંધનની સરકાર હતી અને ત્યારે સિદ્ધારમૈયા ડેપ્યુટી સીએમ હતા. આ દરમિયાન સામે આવ્યું કે આ જમીનને ફરી એકવાર કૃષિ જમીનથી અલગ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે જમીનનો માલિકી હક લેવા માટે સિદ્ધરમૈયાનો પરિવાર પહોંચ્યો ત્યાં સુધી ત્યાં લે-આઉટ ડેવલોપ થઇ ગયો હતો.
આ પણ વાંચો :-