HomeNationalદિલ્હીના રોહિણીમાં ઈમારત ધરાશાયી, અત્યાર સુધી 4 લોકોના મોત

દિલ્હીના રોહિણીમાં ઈમારત ધરાશાયી, અત્યાર સુધી 4 લોકોના મોત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર-26 (કે.એન. કટજુ માર્ગ પોલીસ સ્ટેશન વિસ્તાર)માં નવી નિર્માણાધીન ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. આ ઘટના G4/151-152 ખાતે બનેલી નવી બિલ્ડિંગમાં બની હતી.

ઘટનાની જાણ થતાં જ NDRF, દિલ્હી ફાયર સર્વિસ (DFS), TPDDL અને અન્ય નાગરિક એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સદ્દામ ઉર્ફે રવિ (32) નામના એક મજૂરને જીવિત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતકોની ઓળખ

  • રામ (42) – G-8/141, સેક્ટર-16, રોહિણીના રહેવાસી, વ્યવસાયે દરજી
  • કાફે ઉર્ફે નૂરુલ (24) – B-13, પોકેટ-5, સેક્ટર-16, દ્વારકાના રહેવાસી, મજૂર
  • રામ દૂઆ (62) – G-3/105-106, સેક્ટર-16, રોહિણીના રહેવાસી અને બિલ્ડિંગ માલિકના પિતા
  • ચોથા મૃતકની ઓળખ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જોકે કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. આ સમગ્ર મામલે સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories