HomeInternationalફ્રાન્સના પ્રમુખ જે હોટેલમાં રોકાયા તેની નજીક એક પછી એક બોમ્બ બ્લાસ્ટ

ફ્રાન્સના પ્રમુખ જે હોટેલમાં રોકાયા તેની નજીક એક પછી એક બોમ્બ બ્લાસ્ટ

Date:

Related stories

ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? જાણો ભાવ વધવા પાછળના 5 મોટા કારણો

તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ દેશમાં ખાંડના ભાવમાં...

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

સિરિયાની રાજધાની દમાસ્કસમાં મંગળવારે એક મોટો આત્મઘાતી સુરક્ષા ભંગ સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દમાસ્કસની જે હોટેલમાં રોકાયા હતા, તેની બિલકુલ નજીક જ શ્રેણીબદ્ધ વિસ્ફોટકો દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સિરિયાની સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ ફરી એકવાર દુનિયા સમક્ષ છતી થઈ છે.

આ બ્લાસ્ટમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમના પર આ ઘટનાની કોઈ અસર થઈ નથી. ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ‘એલીસી પેલેસ’ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે મેક્રોન સુરક્ષિત છે અને તેમની આ મુલાકાત નિર્ધારિત શિડ્યુલ મુજબ જ આગળ વધશે.

ફ્રેન્ચ પ્રેસિડેન્સીના જણાવ્યા અનુસાર, જ્યારે આ વિસ્ફોટો થયા ત્યારે રાષ્ટ્રપ્રમુખ મેક્રોન હોટેલ છોડી ચૂક્યા હતા. તેઓ તે સમયે સિરિયાના નવા રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ-શરા સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપ્રમુખ પેલેસમાં હાજર હતા. બ્લાસ્ટ બાદ તુરંત જ સિરિયન સુરક્ષા દળોએ હોટેલ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દીધા છે અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તેની હજુ સુધી સત્તાવાર ઓળખ થઈ શકી નથી.

ઇમેન્યુઅલ મેક્રોનની આ સિરિયા મુલાકાત અત્યંત ઐતિહાસિક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2024 માં સિરિયાના પૂર્વ સરમુખત્યાર બશર અલ-અસદના શાસનના પતન બાદ, સિરિયાની મુલાકાત લેનારા મેક્રોન યુરોપિયન યુનિયન (EU) ના પ્રથમ દેશના વડા બન્યા છે. અહેમદ અલ-શરાના નેતૃત્વમાં બળવાખોર દળોએ અસદ સરકારનો તખ્તાપલટ કર્યો હતો, જેનાથી સિરિયામાં લાંબા સમયથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત આવ્યો અને મોટો રાજકીય બદલાવ આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ શરા હાલમાં પશ્ચિમી અને પશ્ચિમ એશિયાઈ દેશો સાથે સંબંધો સુધારવા માટે સક્રિય બન્યા છે.

સિરિયામાં હજુ પણ સુરક્ષા મોટો પડકાર
ભલે સિરિયામાં સત્તા પરિવર્તન થઈ ગયું હોય, પરંતુ સુરક્ષા હજુ પણ ત્યાં સૌથી મોટો સવાલ છે. 13 વર્ષ લાંબા ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન ઇસ્લામિક સ્ટેટ (IS) સહિતના અનેક આતંકી સંગઠનોએ સિરિયામાં મજબૂત પકડ જમાવી હતી. સિરિયાના બહુમતી સુન્ની મુસ્લિમ સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપ્રમુખ શરાએ 5 દાયકાથી વધુ સમયના અસદ પરિવારના શાસન બાદ એક સર્વસમાવેશી રાજકીય વ્યવસ્થા બનાવવાનું વચન આપ્યું છે. પરંતુ, તેમના વહીવટીતંત્રને હજુ પણ લઘુમતી સમુદાયો અને હિંસક જૂથો તરફથી વારંવાર પડકારો મળી રહ્યા છે.

Subscribe

Latest stories