HomeGujaratAK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું...

AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું ઘડતો હતો

Date:

Related stories

અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ના દરવાજા હવે જનતા માટે ખુલશે, માત્ર ₹20માં લઈ શકાશે મુલાકાત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનને લઈને ફરી...

તિરુપતિ બાલાજી મંદિરમાં ચેન્નઈના જૈન દંપતીનું રૂ. 208 કરોડનું મહાદાન: 121 કિલો સોનાના ઘરેણાં અને હીરા અર્પણ કર્યા

આંધ્રપ્રદેશના તિરુમલામાં આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ચેન્નઈના...

વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ, AK-47 અને 23 જીવતા કારતૂસ મળ્યાં

ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી...

બારડોલી પરિવાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા : મહારાષ્ટ્રમાંથી એક આરોપી ઝડપાયો, અન્ય 3ની શોધખોળ તેજ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ઉકાઈ...
spot_img

વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની તૈયારી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

વડોદરામાં આતંકી હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ

પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાત ATSએ વડોદરા જિલ્લાના જરોદ બસ સ્ટેશન નજીક એક કારને અટકાવીને કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કારમાંથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. પકડાયેલા શખ્સની ઓળખ મોહમ્મદ સહરુલ ઇસ્લામ (ઉંમર 22 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ આસામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીએ અગાઉ વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી અને પોતાના મોબાઇલમાં તેના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના સંપર્કમાં રહીને તે હુમલાનું કાવતરું ઘડી રહ્યો હોવાની આશંકા છે. એજન્સીઓ છેલ્લા છ મહિનાથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આરોપી હુમલા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના બનાવી રહ્યો હોવાની પણ તપાસમાં વિગતો સામે આવી છે.

ATS દ્વારા વધુ તપાસ શરૂ

આરોપી પાસેથી AK-47 રાઇફલ, 23 જીવતા કારતૂસ અને રોકડ રકમ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં હથિયાર પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે ગુજરાત ATS આરોપીના અન્ય સંપર્કો, હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું અને આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories