HomeNationalતિરુપતિ બાલાજી મંદિરમાં ચેન્નઈના જૈન દંપતીનું રૂ. 208 કરોડનું મહાદાન: 121 કિલો...

તિરુપતિ બાલાજી મંદિરમાં ચેન્નઈના જૈન દંપતીનું રૂ. 208 કરોડનું મહાદાન: 121 કિલો સોનાના ઘરેણાં અને હીરા અર્પણ કર્યા

Date:

Related stories

વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ, AK-47 અને 23 જીવતા કારતૂસ મળ્યાં

ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી...

બારડોલી પરિવાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા : મહારાષ્ટ્રમાંથી એક આરોપી ઝડપાયો, અન્ય 3ની શોધખોળ તેજ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ઉકાઈ...

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં મોત થાય તો પણ પરિવારને મળશે વળતર, ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરના પરિવારને રાહત...
spot_img

આંધ્રપ્રદેશના તિરુમલામાં આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ચેન્નઈના એક જૈન દંપતીએ ભક્તિભાવ સાથે રૂ. 208 કરોડની કિંમતના સોના અને હીરાના ઘરેણાં અર્પણ કર્યા છે. આ દાનને તિરુપતિ મંદિરના ઇતિહાસમાં કોઈ એક ભક્ત દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા દાન પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ચેન્નઈના વતની વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે આ મહાદાન કર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને આ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

આ દાનમાં કુલ 121 કિલોગ્રામ સોનાનાં ઘરેણાં અને 238.2 કેરેટના હીરાનો સમાવેશ થાય છે. આ તમામ ભેટની અંદાજિત કિંમત રૂ. 207.6 કરોડથી વધુ એટલે કે લગભગ રૂ. 208 કરોડ છે.

દાનમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી માટે 9 સેટમાં કુલ 46 ઘરેણાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેમાં સોનાનો મુગટ, પદ્મ પાદુકા સહિત અનેક કિંમતી આભૂષણોનો સમાવેશ થાય છે. ભગવાન વેંકટેશ્વર સ્વામીને અર્પણ કરાયેલા ઘરેણાંનું વજન 106 કિલોગ્રામ છે, જ્યારે દેવી શ્રી પદ્માવતી અમ્માવારુ માટે 15 કિલોગ્રામનો સુવર્ણ પોશાક અર્પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સોનાના વાઘના નખ, વિવિધ પ્રકારનાં રત્નો, મુગટ, સોનાની ચેઇન અને અન્ય કિંમતી આભૂષણોનો પણ આ દાનમાં સમાવેશ થાય છે.

આટલી મોટી કિંમતનું દાન થતાં મંદિર પરિસરમાં આ ભક્તિભાવપૂર્ણ પ્રસંગ ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.

Subscribe

Latest stories