અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

Share this story

Army issues notification

Agniveer Recruitment : અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ભારતીય સેનાએ આજે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ અગ્નિવીરોની (Firefighters) ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જે હેઠળ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.

બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. જુલાઈથી સેનાની અલગ અલગ ભરતી શાખાઓ પોત પોતાની રીતે નોટિફિકેશન્સ બહાર પાડશે. રેગ્યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી 15 વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં.

એરફોર્સ અને નેવીમાં ભરતીનું શું છે સ્ટેટસ ?

રવિવારે ત્રણેય સેનાઓએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીઓમાં તેજી લાવવાની વાત કરી હતી. વાયુસેનાએ કહ્યું કે અગ્નિવીરો માટે રજિસ્ટ્રશન પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ જશે. તે ઓનલાઈન રહેશે. 24 જુલાઈથી ફેઝ વન ઓનલાઈન એક્ઝામ થશે. પહેલી બેચની ટ્રેનિંગ 30 ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની યોજના છે. નેવીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા પર સમગ્ર કામ થઈ ગયું છે. 25 જૂન સુધીમાં જાહેરાત બહાર પડશે. 21 નવેમ્બરના રોજ પહેલી અગ્નિવીરોની બેચ ટ્રેનિંગ સેન્ટર પર પહોંચવાની શરૂ થઈ જશે. મહિલા અગ્નિવીર પણ સામેલ થશે.

સમય પહેલા સેવામુક્ત નહીં :

સેવાનો સમયગાળો પૂરો થયા પહેલા સેવામુક્ત થવાની ‘અગ્નિવીર’ની ભલામણ સ્વીકાર કરાશે નહીં. માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની મંજૂરી હશે. સક્ષમ અધિકારીની ભલામણ બાદ જ આમ થઈ શકશે.