Agneepath project in Bihar
- અગ્નિપથ યોજનાના વિરોધની અસર ગુજરાતમાં, બિહારમાં વિરોધને પગલે ખોરવાયો રેલ વ્યવહાર
કેન્દ્ર સરકારે (Central Government) સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ (Agneepath)’નો ચોમેર વિરોધ થઇ રહ્યો છે. બિહારમાં (Bihar) અગ્નિપથ વિરોધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.તેમાં પણ ખાસ કરીને રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વળી ભારત બંધનું (India closed) પણ એલાન આવામાં આવ્યુ છે જેને લઇને ગુજરાત પોલીસ સતર્ક બની છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં પશ્ચિમ રેલવેની (Western Railway) 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઇ છે.
બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર ટ્રેન વ્યવહાર પર :
બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો પ્રભાવિત થઇ છે. જ્યારે 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે. ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત સહિતની ટ્રેનો પ્રભાવિત થઈ છે. જ્યારે બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે.
આ ટ્રેનો કરવામાં આવી રદ :
મહત્વનું છે કે બિહારના અલગ અલગ વિસ્તારોમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. આંદોલનને પગલે ખાસ કરીને પશ્ચિમ રેલવે વધારે પ્રભાવિત થઇ છે. જેમાં ૧૯ જુનની અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ રદ કરી દેવાઇ હતી. તા.20 જુનની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, તા.૨૨ જુનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ તેમજ તા.૨૧ જુનની પટના -અમદાવાદ એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારતીય સેનામાં ૪ વર્ષની ભરતી વાળી અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની પણ પાંચ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.