Who is PM Modi’s childhood friend Abbas
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂને પોતાની માતા હીરાબેનનો 100મા જન્મદિવસની ઉજવણી કરી હતી. બ્લોગમાં PMએ પોતાના ઘરમાં રહેતા મુસ્લિમ છોકરા અબ્બાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 18 જૂને પોતાની માતા હીરાબેનનો (Mother Hiraben) 100મા જન્મદિવસની ઉજવણી કરી હતી, આ અવસરે PM ગાંધીનગર સ્થિત નાના ભાઈના ઘરે માતાને મળવા પહોંચ્યા હતા. PMએ એક બ્લોગ પણ લખ્યો, જેમાં તેમણે પોતાની માતા સાથે જોડાયેલી બાળપણની યાદોને લોકો સાથે શેર કરી. આ જ બ્લોગમાં PMએ પોતાના ઘરમાં રહેતા મુસ્લિમ છોકરા (Muslim boy) અબ્બાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ઇન્ટરનેટ યૂઝર્સથી લઈને દરેક વ્યક્તિ અબ્બાસ (Abbas) વિશે જાણવા માટે ઉત્સુક છે. અબ્બાસ ગુજરાત સરકારની નોકરીમાંથી રીટાયર્ડ થઈને હાલમાં ઓસ્ટ્રેલિયામાં (Australia) રહી રહ્યા છે.
PM મોદીના વડનગર સ્થિત ઘરમાં રહેતા અબ્બાસ ભાઈના બે દીકરાઓ છે, મોટો દીકરો વડનગરના કાસીમ્પા ગામમાં રહે છે. જ્યારે નાનો દીકરો ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહે છે. અબ્બાસ ભાઈ પણ હાલમાં પોતાના નાના દીકરા સાથે સિડનીમાં રહે છે. આ ફોટો અબ્બાસનું કાસિમ્પા ગામમાં બનેલા ઘરનો છે.
PM મોદીના ઘરમાં નાનાથી મોટા થયેલા અબ્બાસ ગુજરાત સરકારમાં ક્લાસ-2 કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા, તે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતા, તેઓ થોડાં મહિનાઓ પહેલા જ સરકારી નોકરીમાંથી રિટાયર થયા છે.
PM મોદીએ પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, માતા હંમેશાં બીજાને ખુશ જોઇને ખુશ રહેતી હતી, ઘરમાં ભલે જગ્યા ઓછી હોય, પણ તેમનું દિલ ખૂબ જ મોટું છે. એના ઉદાહરણ તરીકે PM એ જણાવ્યું કે, અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું, જ્યાં મારા પિતાના ખૂબ જ નજીકના મુસ્લિમ મિત્ર રહેતા હતા, તેમનો દીકરો હતો અબ્બાસ.
PMએ આગળ લખ્યું કે, ‘મિત્રના અકાળ મૃત્યુ પછી પિતા અસહાય અબ્બાસને અમારા ઘરે લઇ આવ્યા હતા, એક રીતે અબ્બાસે અમારા ઘરે જ રહીને શિક્ષણ પૂરૂ કર્યું, અમે બધા બાળકોની જેમ માતા અબ્બાસની પણ ખૂબ જ દેખરેખ રાખતી હતી. ઈદ પર માતા, અબ્બાસ માટે તેને ગમતું જમવાનું બનાવતી હતી.