કર્મચારીઓ માટે હવે નહીં બને પગારપંચ : પગાર વધારા માટે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે મોદી સરકાર

Share this story

There will no longer be a pay

  • મોદી સરકાર હવે નવું પગાર પંચ લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી રહી છે.

સરકારી કર્મચારીઓના (Government employee) પગાર વધારાને લઈને અત્યાર સુધી સરકાર અમુક સમયના અંતરે નવું પગાર પંચ લાગૂ કરતી હતી. જેની ભલામણોના આધાર પર સેલરીમાં વધારો (Increase in celery) આવતો હતો. પણ મોદી સરકાર હવે નવું પગાર પંચ (New pay punch) લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી રહી છે.

અત્યાર સુધી કેન્દ્ર તથા રાજ્યના કર્મચારીઓને વેતન વધારો ઉપરાંત દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળતો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નાણામંત્રાલય પગાર વધારાની નવી ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, અત્યારે કર્મચારીઓ માટે નવા પગાર પંચ નહીં આવે, પણ કર્મચારીઓના પરફોર્મેંસના હિસાબે તેમની સેલરીમાં વધારો આવશે. જો કે, ભવિષ્યમાં આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરશે, તેના પર સરકાર હજૂ મંથન કરી રહી છે.

6 વર્ષ પહેલા થઈ હતી નવી ફોર્મ્યુલા પર વાત :

પગાર પંચની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાગૂ કરવા માટે 6 વર્ષ પહેલા વાત થઈ હતી. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું કે, હવે કર્મચારીઓને પગાર પંચથી હટીને વિચારવાની જરૂર છે. માનવામા આવી રહ્યું છે કે, સરકાર હવે તેના પર વિચાર કરીને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે.

આવું હોઈ શકે છે નવુ ફોર્મ્યુલા :

કર્મચારીઓની સેલરી વધારવાની નવી ફોર્મ્યુલાને હાલમાં અંતિમ મંજૂરી આપવામાં આવી નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે, તે સમગ્રપણે ડીએ આધારિત હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ફોર્મ્યુલા અંતર્ગત કર્મચારીઓના ડીએ 50 ટકા વધતા જ તેમની સેલરીમાં ઓટોમેટિક વધારો આવી જશે. આ ઓટોમેટિક પે રિવીઝનનું નામ આપવામાં આવી શકે છે. જેનો લાભ કેન્દ્રના 68 લાખ કર્મચારીઓ અને લગભગ 52 લાખ પેન્શનધારકોને મળશે.

નાના સ્તરના કર્મચારીઓને મોટો ફાયદો :

સરકારની આ ફોર્મ્યુલાનો સૌથી વધારે લાભ નાના સ્તરના કર્મચારીઓને મળશે. જો કે, હાલમાં ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એવું માનવામા આવી રહ્યું છે કે, નવા નિયમ લાગૂ થયા બાદ નિન્મ સ્તર પર કર્મચારીઓની સેલરી વધી જશે. જે અંતર્ગત લેવલ મેટ્રિક્સ 1થી 5 કર્મચારીઓને ન્યૂનતમ બેસિક સેલરી 21 હજાર રૂપિયા થઈ જશે.