બેદરકારી ભારે પડી જશે  ! અમેરિકાથી રાજકોટ આવેલી બાળકી કોરોનાની ચપેટમાં, તંત્ર એલર્ટ

Share this story

Negligence will fall heavily

  • સૌરાષ્ટ્રમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજકોટમાં અમેરિકાથી આવેલી 3 વર્ષની બાળકી કોરોના પોઝિટીવ

ગુજરાતમાં (Gujarat) કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. મહાનગરોમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.  કેસ ઓછા થતા ગયા તેમ લોકો કોરોનાની ગાઇડલાઇનનું (Corona’s guideline) પાલન કરવાનુ ભૂલી ગયા છે પરિણામે ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. જે કેસ એકલ દોકલ જોવા મળતા હતા તે કેસ હવે 200ને પાર પહોંચ્યા છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આ વખતે 3 વર્ષની બાળકી પણ કોરોનાની ચપેટમાં આવી..

3 વર્ષની બાળકીને કોરોના :

જી, હા વાત છે રાજકોટની. અહીં 3 વર્ષની બાળકી સહિત 10 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા. જેમાં અમેરિકાથી આવેલી 3 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બની છે.. મહત્વનુ છે કે કોરોનાનો કહેર ઓછો થતા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા. પરિણામે વિદેશ પ્રવાસ વધ્યો તેમજ વતનની મુલાકાતે આવી રહ્યા છે. વળી વેકેશન હોવાથી બહાર ફરવા જવાનું પ્રમાણ પણ વધી ગયુ જેથી કરીને ક્યાંક કોરોનાનો ચેપ લાગવાના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે તેમ કહી શકાય. હાલમાં 10 લોકોને કોરોન્ટીન કરવામાં આવ્યા છે. તેઓની પૂરતી સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ તેઓના સંપર્કમાં આવેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના 24 કેસ નોંધાયા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 કેસ :

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. તેમાંય 4 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244  કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.