how can CNG be more beneficial
- પહેલાં પેટ્રોલના મુકાબલે સીએનજીની કિંમત ખૂબ ઓછી હોય છે પરંતુ થોડા દિવસોમાં સીએનજીના ભાવમાં ભરખમ વધારો જોવા મળ્યો છે, જેથી આ બંનેની કિંમતોમાં અંતર ઘટ્યું છે. પરંતુ તેમછતાં પણ લોકો માટે સીએનજી કાર ખરીદવ સારો વિકલ્પ હોય છે.
જો કોઇ વ્યક્તિ બજારમાં કાર ખરીદવા (To buy a car) જાય છે તો તેની પાસે પેટ્રોલ કાર (Petrol car), ડીઝલ કાર, હાઇબ્રિડ કાર, સીએનજી કાર અને ઇલેક્ટ્રિક કાર ખરીદવાના વિકલ્પ હોય છે. તેમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કાર ખૂબ પહેલાંથી જ બજારમાં લોકોની પસંદ બની છે પરંતુ હવે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક (Hybrid and electric) કાર પણ લોકોને પસંદ આવી રહી છે. પરંતુ જો પેટ્રોલ અને સીએનજી કાર પર નજર કરીએ તો થોડા સમયમાં આ બંને ઇંધણોની કિંમતમાં વધારો થવાના કારણે લોકો વધુ કંફ્યૂજ થઇ ગયા છે કારણ કે બંને વિકલ્પોમાંથી કોની પસંદગી કરે અને કઇ કાર ખરીદે.
પહેલાં પેટ્રોલના મુકાબલે સીએનજીની (CNG) કિંમત ખૂબ ઓછી હોય છે પરંતુ થોડા દિવસોમાં સીએનજીના ભાવમાં ભરખમ વધારો જોવા મળ્યો છે, જેથી આ બંનેની કિંમતોમાં અંતર ઘટ્યું છે. પરંતુ તેમ છતાં પણ લોકો માટે સીએનજી કાર ખરીદવો સારો વિકલ્પ હોય છે. કારણ કે સીએનજીની કિંમત ભલે વધી હોય પરંતુ તે હજુ પણ પેટ્રોલના મુકાબલે ખૂબ ઓછી છે. દેશના ઘણા ભાગમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, જો સીએનજીની કિંમત 70 રૂપિયાની આસપાસ છે.
એવામાં જોવા જઇએ તો સીએનજીની કિંમત વધ્યા બાદ પણ પેટ્રોલ કરતાં ખૂબ સસ્તુ છે. આ ઉપરાંત સીએનજી કાર માઇલેજ વધુ આપે છે. માની લો કે જો કોઇ પેટ્રોલ કાર 1 લીટરમાં 15 કિલોમીટર ચાલે છે તો બીજી તરફ એ જ કારનું સીએનજી વેરિએન્ટ પણ આવે છે, તો તે સીએનજી વેરિએન્ટવાળી કારની માઇલેજ 20-22 કિલોમીટરની હોય. એટલું જ નહી, સીએનજીથી ચાલનાર વાહન પેટ્રોલથી ચાલનાર વાહનોના મુકાબલે ઓછું પ્રદૂષણ કરે છે. આ દ્રષ્ટિએ પણ પેટ્રોલ કારોના મુકાબલે સીએનજી કાર વધુ સારી છે.
- બેદરકારી ભારે પડી જશે ! અમેરિકાથી રાજકોટ આવેલી બાળકી કોરોનાની ચપેટમાં, તંત્ર એલર્ટ
- કર્મચારીઓ માટે હવે નહીં બને પગારપંચ : પગાર વધારા માટે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે મોદી સરકાર