અમદાવાદમાં મહિલા ડૉક્ટરના આપઘાત બાદ PI રજા મંજૂર કરાવીને ‘ગાયબ’ થઇ ગયા?

Share this story

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ગઈકાલે એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યાં હતાં, એ દરમિયાન તેમનું મોત થયું હતું, આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં EOWના PI બી.કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ બનાવ બાદ પીઆઇ બી કે ખાચર ફરાર છે. ડૉ. વૈશાલી જોષીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તે ફરિયાદ નોંધાવે તેના આધારે પીઆઈ ખાચર સામે કાર્યવાહી થશે. જે કે પીઆઈ બીકે ખાચરની શોધખોળ હાલ ચાલું છે. વૈશાલીના પિતા વિનોદ જોષીનું વર્ષ ૨૦૨૧માં અવસાન થયું હતું. જ્યારે તેમની બહેનો પૈકી એક કેનેડા અને એક વડોદરા ખાતે રહે છે. જ્યારે તેની માતા લીલાબેન ડેભારી ખાતે રહે છે.

આ કેસની તપાસ કરી રહેલા ACPએ જણાવ્યું કે, પોલીસ અધિકારી સાથે પ્રેમ સંબંધ હતો જેમાં બંન્ને વચ્ચે મન દુખ થતાં આ પગલું ભર્યું છે. જેના કારણે મૃતક ડોક્ટર વૈશાલીબેન ડિપ્રેશનમાં હતાં. જેથી તેમણે ડિપ્રેશન અને પ્રેમ સંબંઘના કારણે આ પગલુ ભર્યું હોવાનું સુસાઈડ નોટના આધારે જણાવા મળે છે. જેમના મૃતદેહનું PM થઈ ગયું છે. તેમજ અત્યારે મૃતદેહ પરિજનોને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમણે કહ્યું કે, સુસાઈડ નોટ આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-