સુરતમાં આપના કોર્પોરેટરના બંગલામાં આગ લાગતા ૧૭ વર્ષીય પુત્રનું મોત

Share this story

સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્ર પ્રિન્સનું મોત આગની ઝપેટે આવી જતા મોત નીપજ્યું હતું. મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના ઘરે આગની ઘટના બની હતી ..આગ લાગી ત્યારે સાત વ્યક્તિઓ ઘરમાં હતા તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ ૧૭ વર્ષથી એપ્રિન્સ કાછડીયા બહાર નીકળી શકતા મોત નિપજ્યુ હતુ.

આગ બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. આગને પગલે પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે મકાનમાં ૭ સભ્યો હાજર હતા જેમાંથી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. ત્યારે બેડરૂમમાં રહેલ ૧૭ વર્ષીય પ્રિન્સ ઘુમાડામાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો. ત્યારે વિકરાળ આગમાં દાઝી જવાથી ગંભીર રીતે પ્રિન્સ ઈજાગ્રસ્ત થયો હતો.

મકાનનાં બીજા માળે જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સૂઈ રહ્યા હતા. તે દરમ્યાન આગની ઘટના બનતા સમગ્ર પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ પ્રિન્સ તેમજ તેના ભાઈને તેના કાકાએ જઈને જગાડ્યા હતા. જે બાદ તેઓએ બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો. પરંતું તેઓ બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી.

ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.આગ ઓલવાયા બાદ તપાસ કરતા બીજા માળેથી પ્રિન્સ ગંભીર દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર ખસેડાયો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. નાના દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

આ પણ વાંચો :-