કોટામાં શિવયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના, વીજ કરંટથી લાગતા ૧૪ બાળકો દાઝ્યા

Share this story

કોટામાં શિવરાત્રીના પવિત્ર અવસર પર એક મોટો અકસ્માત થયો છે. કોટામાં મહાશિવરાત્રીના અવસરે એક શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં વીજકરંટની લપેટમાં આવતાં ૧૪ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેના લીધે અફરા તફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ઘટના બાદ તાત્કાલિક ધોરણે બાળકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

અધિકારીએ કહ્યું કે તેમને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવી રહી છે. અમારો પ્રથમ પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ બાળકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે. તેમણે કહ્યું કે એક બાળકની હાલત નાજુક છે અને તેને ૧૦૦ ટકા દાઝી ગયેલી ઈજાઓ થઈ છે, જ્યારે બીજા બાળકને ૫૦ ટકા દાઝી ગઈ છે. એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી છે. તંત્રએ પણ આ મામલે મેડિકલ ટીમને એલર્ટ કરી દીધું હતું. ઈજાગ્રસ્ત બાળકોના માતા-પિતા આ ઘટનાથી રોષે ભરાયા હતા અને તેમણે યાત્રાનું આયોજન કરનારા લોકોની ધોલાઈ કરી નાખી હતી.

એસપીએ કહ્યું, ‘એક બાળકે હાથમાં ૨૦ થી ૨૨ ફૂટ લાંબી લોખંડની પાઇપ પકડી હતી જે ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાઇ હતી, જેના કારણે કરંટ ફેલાઇ ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર અન્ય બાળકો પણ વીજ કરંટ લાગતા દાઝી ગયા હતા. અન્ય બાળકોને તેનાથી ઓછી અસર થાય છે. તેને બચાવવા માટે ત્યાં એકઠા થયેલા બાળકો પણ વીજ કરંટ લાગતા દાઝી ગયા હતા.

આ પણ વાંચો :-