Sunday, Mar 23, 2025

વાપી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર પડયો

2 Min Read

વાપી રેલવે સ્ટેશન પર વડોદરા તરફ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડવાની તૈયારીમાં હતી. તે દરમ્યાન એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમ્યાન મુસાફરનો પગ લપસી જતા તે નીચે પડી ગયો હતો. ત્યારે પ્લેટ ફોર્મ પર હાજર GRP જવાન દ્વારા તાત્કાલીક દોડી જઈ યુવકને નીચે પડતા બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

રેલ્વે સ્ટેશન પર બનતા અકસ્માતોને લઈ રેલ્વે પોલીસ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે રેલ્વે સ્ટેશન પર GRP જવાનોને ટ્રેનનાં સમય દરમ્યાન પેટ્રોલીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ગત રોજ વાપી રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારી યોગેશકુમાર જગુભાઈ અને તેમની GRP ટીમ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમ્યાન ટ્રેન નં. 22929 દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર બપોરનાં સુમારે આવી ઉભી રહી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે તા.3જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો.

આ પણ વાંચો :-

Share This Article