Thursday, Mar 20, 2025

અમરેલીના સુરગપુરમાં રમતાં રમતાં બાળકી બોરવેલમાં પડી, ૧૦૮ અને ફાયર ટીમ પહોંચી

1 Min Read

અમરેલી જિલ્લાના સુરગપુર ગામમાં બોરવેલમાં બાળકી પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરાગપુર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરતી દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ અને ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, NDRF સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે, કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યા છે.

માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે ૧૦૮ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ વર્ષની આરોહી બોરવેલમાં ૪૫થી ૫૦ ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.

ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ૧૦૮ દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article