HomeGujaratગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું નિધન

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...
spot_img

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 1970ની બેચના આઈપીએસ અધિકારી તરીકે ગુજરાત પોલીસમાં પ્રશંસનીય સેવાઓ આપી હતી. વર્ષ 2002ના રમખાણો બાદ કાયદો-વ્યવસ્થા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નિવૃત્તિ બાદ પણ વહીવટી જવાબદારીઓ સંભાળી હતી.

કોણ છે એ કે ભાર્ગવ
એ. કે. ભાર્ગવ ઉત્તર પ્રદેશના વતની હતા, પરંતુ 1970માં આઈપીએસ તરીકે પસંદગી પામ્યા બાદ તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસપી, રેન્જ આઈજી અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગુનાખોરી નિયંત્રણ અને પોલીસ આધુનિકીકરણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ દાખલ કર્યા હતા.

રાજ્યના DGP તરીકેની કટોકટીભરી જવાબદારી
વર્ષ 2002 ના કોમી રમખાણો અને અક્ષરધામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એ. કે. ભાર્ગવને રાજ્યના પોલીસ વડા એટલે કે DGP તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવા માટે પક્ષપાત વગર કડક કદમ ઉઠાવ્યા હતા. પોલીસ દળના મનોબળને વધારવા માટે તેમણે કરેલા વહીવટી ફેરફારોની આજે પણ પ્રશંસા થાય છે.

વર્ષ 2005માં તેઓ ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થયા હતા. જોકે, તેમની વહીવટી કુશળતા અને સ્વચ્છ પ્રતિભાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખી હતી. નિવૃત્તિ પછી તેમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પદ પર રહીને તેમણે રાજ્યભરમાં પોલીસ પરિવારો માટે આધુનિક આવાસો અને પોલીસ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં સિંહફાળો આપ્યો હતો.

તેમની ત્રણ દાયકાથી વધુની પ્રશંસનીય સેવાઓ બદલ તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એ. કે. ભાર્ગવ આજે પણ ગુજરાત પોલીસના યુવા અધિકારીઓ માટે શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાના રોલ મોડેલ ગણાય છે.

Subscribe

Latest stories

spot_img