HomeGujarat કોંગ્રેસના કાર્યક્રમમમાં મીડિયા અને કાર્યકરો વચ્ચે બબાલ, મીડિયાકર્મીને..

 કોંગ્રેસના કાર્યક્રમમમાં મીડિયા અને કાર્યકરો વચ્ચે બબાલ, મીડિયાકર્મીને..

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
  • વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસના કાર્યાલયમાં કાર્યક્રમના આમંત્રણ મામલે કાર્યકરો અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસના કાર્યાલયમાં કાર્યક્રમના આમંત્રણ મામલે કાર્યકરો અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેણે બાદમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ કોંગ્રેસના એક કાર્યકરે પત્રકારને લાત પણ મારી હતી. કાર્યકર્તાઓ અને મીડિયા વચ્ચેની ઝપાઝપીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

શું હતો સમગ્ર મામલો ?

વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યાલય પર આમંત્રણ બાબતે વાતચીત કરતા પત્રકારો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્ર તેમજ તેના સાથી મિત્રોએ પત્રકારો સાથે ગાળા ગાળી કરીને ધક્કા મૂકી કરી હતી. સાથે જ દાદાગીરી કરીને લાતો મારી હતી. આ બાદમાં ‘કાર્યક્રમનું કવરેજ ન કરશો તો પણ ચાલશે’ પણ કહ્યું હતું જેનો પત્રકારોએ વિરોધ કર્યો હતો.

પોલીસે 3 લોકોની ધરપકડ કરી :

મામલો ગરમાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મારામારી કરનારા ત્રણ યુવકોને પકડીને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories