New SUV in India : ક્રેટા અને સેલ્ટોસની ટક્કરમાં આવી રહી છે ધાંસૂ કાર, આ દિવસે થશે લોન્ચ

Share this story
  • જાપાની વાહન નિર્માતા હોન્ડા ભારતીય બજારમાં જલદી એક નવી SUV લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મોડલ ૧૪ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. લોન્ચ થવા પર SUV Hyundai Creta અને Kia Seltos જેવી ઘણી પોપ્યુલર ગાડીઓને ટક્કર આપશે.

હોન્ડા જે એસયૂવીને લોન્ચ કરવા જઈ રહી છે. તેને Honda Elevate નામ આપ્યું છે. કંપની તરફથી ગાડીનું બુકિંગ 3 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. કંપની આ કારમાં એવા ફીચર્સ આપશે. જે તેને બાકી એસયૂવી કરતા અલગ બનાવશે.

હોન્ડા એલિવેટને ૪ વેરિએન્ટમાં ઉતારવામાં આવશે. જેમાં SV, V, VX અને ZX નો ઓપ્શન હશે. એસયૂવીના ચારેય વેરિએન્ટમાં એવા ફીચર્સ આપવામાં આવશે. જે તમારા ડ્રાઈવિંગ અનુભવને શાનદાર બનાવશે.

એલિવેટમાં ૭ કલર ઓપ્શન જોવા મળશે. જેમાં પ્લેટિનમ વ્હાઈટ પર્લ, લૂનર સિલ્વર મેટેલિક, ઓબસિડીયન બ્લૂ પર્લ, રેડિયનટ રેડ મેટેલિક, ગોલ્ડન બ્રાઉન મેટેલિક, મેટેરોયડ ગ્રે અને ફીનિક્સ ઓરેન્જ પર્લનો વિકલ્પ હશે.

ગ્રાહકો હોન્ડા એલિવેટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. તેવી શક્યતા છે કે ડિલિવરી પણ લોન્ચ બાદ શરૂ થઈ જશે. તો તેની કિંમતની વાત કરીએ તો હોન્ડા એલિવેટને ૧૦ થી ૧૭ લાખ રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

હોન્ડા એલિવેટના ઈન્ટીરિયરની વાત કરીએ તો એસયૂવીમાં ૧૦.૨૫ ઈંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ૭ ઈંચની ટીએફટી ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા એડવાન્સ અને મોડર્ન ફીચર્સ એસયૂવીના ઈન્ટીરિયરમાં ચાર ચાંદ લગાવે છે.

એસયૂવીના એન્જીનની વાત કરીએ તો તેમાં ૧.૫ લીટર DOHC i-VTEC પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન ૧૨૧ પીએસના પાવર અને ૧૪૫.૧ એનએમનો ટોર્ક જનરેટ કરી શકશે. આ એન્જિન હોન્ડા સિટીમાં પણ આપવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે હોન્ડાની નવી એસયૂવી ૧૬.૯૨kmpl ની શાનદાર એવરેજ આપશે.  હોન્ડા એલિવેટ લોન્ચ થવા પર ક્રેટા, કિઆ સેલ્ટોસ, મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને એમજી એસ્ટર જેવી ગાડીઓને ટક્કર આપશે.

આ પણ વાંચો :-