Flipkart પરથી ઓર્ડર કર્યું ૭૬ હજારનું Apple Laptop, બોક્સ ખોલ્યું તો ઉડી ગયા હોશ

Share this story
  • આ વ્યક્તિએ ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ પાસેથી રૂ.૭૬,૦૦૦માં મેકબુકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે તે ચોંકી ગયો હતો અને તેમાં માત્ર ૩,૦૦૦ રૂપિયાની કિંમતના બોટ સ્પીકર્સ જ મળ્યા હતા.

Flipkart Scamના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓર્ડર કરતી વખતે સામાન ખૂબ જ ધ્યાનપૂર્વક મંગાવવો જોઈએ. પરંતુ તેમછતાં પણ જો કૌભાંડ થવું હોય તો થશે. તાજેતરમાં એક વ્યક્તિએ ઓનલાઈન આઈફોન ઓર્ડર કર્યો અને ડિલિવરી પર રૂ.૫ની કિંમતનો સાબુ મળ્યો.

હવે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ પાસેથી ૭૬,૦૦૦ રૂપિયામાં મેકબુકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે તે ચોંકી ગયો હતો અને તેમાં માત્ર ૩,૦૦૦ રૂપિયાની કિંમતના બોટ સ્પીકર્સ જ મળ્યા હતા.

X પર બનાવનો થયો પર્દાફાશ :

આ ઘટના અથર્વ ખંડેલવાલ નામના વ્યક્તિ સાથે બની હતી. તેણે સ્વીકાર્યું કે તેણે ચેક કરતા પહેલા OTP શેર કરવાની ભૂલ કરી હતી. તેણે X પર પોતાનો અનુભવ શેર કર્યો. પોતાની ભૂલ સ્વીકારીને તેમણે પ્રોડક્ટની દુર્ભાગ્યપૂર્ણ અદલા-બદલીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. પછી તેણે અપડેટ કર્યું કે તેને ફ્લિપકાર્ટ તરફથી રિફંડ મળી ગયું છે.

ભૂલ સ્વિકારી:

તેણે જણાવ્યું કે ઓપન ડિલિવરી પોલિસીને કારણે તેણે ડિલિવરી એક્ઝિક્યુટિવને OTP આપતા પહેલા પેકેજ ખોલવાની જરૂર હતી. પરંતુ તેણે આરોપ લગાવ્યો કે ડિલિવરી એક્ઝિક્યુટિવએ ફ્લિપકાર્ટ પ્રોટોકોલને ટાંકીને ઓર્ડર ચેક કરવાની મંજૂરી આપતા પહેલા OTP લેવાનો આગ્રહ કર્યો હતો. બાદમાં જ્યારે તેણે તેને ખોલ્યું. ત્યારે તે અને તેના પરિવારને MacBookને બદલે બોટ સ્પીકર્સ મળતા ખૂબ જ નિરાશા હાથ લાગી હતી. તેણે આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

ત્યારબાદ તેણે તમામ પુરાવા એકત્રિત કર્યા અને હબમાં ડિલિવરી એક્ઝિક્યુટિવના વીડિયો ફૂટેજ અને પેકેજ ખોલનારા એક્ઝિક્યુટિવના વીડિયો ફૂટેજ અને કબૂલાત રેકોર્ડ કરી. એક્ઝિક્યુટિવે કહ્યું કે તેમને ખોટી પ્રોડક્ટ મળી છે.

આ પણ વાંચો :-