Ditch Electric-CNG Cars! See this car will run on sun… It will run
- Tata Nano Solar Car : ભારતમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે એવા સમયમાં લોકો ઈલેક્ટ્રિક કારોને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જો કે હજુ પણ ઈલેક્ટ્રિક કારો મોટાભાગના ગ્રાહકોના બજેટમાંથી બહાર છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એક એવી ટાટા નેનો કાર સામે આવી છે જે સોલર પાવરથી ચાલે છે.
ભારતમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે એવા સમયમાં લોકો ઈલેક્ટ્રિક કારોને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જો કે હજુ પણ ઈલેક્ટ્રિક કારો (Electric Cars) મોટાભાગના ગ્રાહકોના બજેટમાંથી બહાર છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક એવી ટાટા નેનો કાર સામે આવી છે જે સોલર પાવરથી ચાલે છે. ખાસ વાત એ છે કે આ કારને 100 કિમી ચલાવવાનો ખર્ચો ફક્ત 30 રૂપિયા છે. પશ્ચિમ બંગાળના એક વ્યક્તિએ પોતે આ કારને મોડિફાય કરી છે. જે હાલ ખુબ ચર્ચામાં છે.
મનોજિત મંડલ નામના આ વ્યક્તિએ આ કારને તૈયાર કરી છે જે સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી ચાલે છે. તેમાં કોઈ એન્જિન પણ નથી. કારની છત પર સૌર પેનલ લાગેલી છે. PTI એ આ લાલ નેનો કારનો એક વીડિયો પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
સૌર ઉર્જાથી તાલતી કારો કોઈ નવો કોન્સેપ્ટ નથી. દુનિયાભરમાં એવી અનેક કાર કંપનીઓ છે જેમણે સૌર પેનલવાળા વાહનો બનાવવાની કોશિશ કરી છે. આ વાહનો મોંઘી લિથિયમ-આયન બેટરી પર નિર્ભરતા ઓછી કરે છે. જો કે આ ટાટા નેનો એક પ્રકારની ઈલેક્ટ્રિક કાર જ છે. જેની બેટરી સૌર ઉર્જાથી ચાર્જ થાય છે.
પેટ્રોલ વગરની આ સોલર કારને 100 કિલોમીટર સુધી ચલાવવામાં લગભગ 30 રૂપિયાનો ખર્ચો થાય છે. કોઈ એન્જિન નથી આથી આ ઈલેક્ટ્રિક કારોની જેમ જ સાઈલેન્ટ છે. નેનો સોલર કાર 80 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે. વેપારીનું કહેવું છે કે તેમને આ પ્રયોગ માટે સરકાર તરફથી વધુ સહયોગ મળ્યો નથી. પરંતુ તેઓ બાળપણથી પોતાનું આ સપનું પૂરું કરવા માંગતા હતા. તેમણે મોંઘા પેટ્રોલથી રાહત મેળવવા માટે પોતાની ટાટા નેનો મોડિફાય કરી છે.
અત્રે જણાવવાનું કે નેનો ટાટા મોટર્સ દ્વારા 2008માં લોન્ચ કરાયેલી એક કોમ્પેક્ટ હેચબેક કાર હતી. ઓછા વેચાણના પગલે ટાટાએ 2018માં તેને બંધ કરવી પડી હતી. નેનો ભારતમાં સૌથી સસ્તી કાર હતી જેની શરૂઆતની કિંમત એક લાખની અંદર હતી.
આ પણ વાંચો :-