HomeNationalભાજપ અને આપ ના કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી, મેયરની ચૂંટણીમાં ખુરશીઓ ઉછળી

ભાજપ અને આપ ના કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી, મેયરની ચૂંટણીમાં ખુરશીઓ ઉછળી

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...
spot_img

Heavy fighting between BJP and AAP corporators

  • MCD મેયરની ચૂંટણી પહેલા જ સિવિક સેન્ટર ખાતે આપ – ભાજપનાં કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ ગૃહની અંદર BJP અને AAPના કાઉન્સિલરો વચ્ચે લડાઈ થઈ છે. સિવિક સેન્ટરમાં બંને પક્ષના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના એમસીડીના કાઉન્સિલરોના (Councillors) શપથ ગ્રહણ દરમિયાન બની હતી. પહેલા તમામ કાઉન્સિલરોને શપથ ગ્રહણ કરવાના હતા ત્યારબાદ મેયર પદ માટે ચૂંટણી યોજાવાની હતી. સિવિક સેન્ટરના વીડિયોમાં ભાજપ અને આપના કોર્પોરેટરો ઝપાઝપી કરતા જોવા મળે છે.

સિસોદિયાએ આવી પ્રતિક્રિયા આપી હતી :

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, ‘MCDમાં પોતાના કુકર્મ છુપાવવા માટે બીજેપીના લોકો કેટલા નીચા જશે ! ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરકાયદેસર નિમણૂક, નોમિનેટેડ કાઉન્સિલરોની ગેરકાયદે નિમણૂક અને હવે લોકો દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવતા નથી. જનતાના ચુકાદાને માન આપી શકતા નથી તો ચૂંટણી શા માટે ?

શપથના મુદ્દે હોબાળો :

જણાવી દઈએ કે AAPના ગૃહના નેતા મુકેશ ગોયલે નોમિનેટેડ કાઉન્સિલરો સમક્ષ શપથ લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુકેશ ગોયલે કહ્યું કે 25 વર્ષ સુધી આ ગૃહમાં અગાઉ ક્યારેય નોમિનેટેડ કાઉન્સિલરોની શપથવિધિ થઈ નથી. જો કે આ દરમિયાન ભાજપના મેયર પદના ઉમેદવાર રેખા ગુપ્તા અને AAPના ઉમેદવાર શેલી ઓબેરોય મૂક પ્રેક્ષક બનીને હંગામો જોતા રહ્યાં.

નોંધપાત્ર વાત એ છે કે દિલ્હી એલજીએ દિલ્હી રાજ્ય હજ સમિતિના અધ્યક્ષપદ માટે કોંગ્રેસના કાઉન્સિલર અને ગૃહના નેતા નાઝિયા દાનિશનું નામ મોકલ્યું છે. AAP વિધાનસભ્ય આતિશીના કહેવા પ્રમાણે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. સ્થાયી સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરોને વોકઆઉટ કરાવવાની જવાબદારી નાઝિયા દાનિશને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories