દુબઈથી ગજબ રીતે ૦૭ કિલો સોનું શરીરમાં છૂપાવીને લાવ્યા અને પકડાઈ ગયાં ૦૪ લોકો

Share this story

07 kg gold 

  • Surat Gold Smuggling : સુરતમાં દુબઈથી લાવવામાં આવેલું ૦૭ કિલોગ્રામ સોના સાથે ૦૪ ઝડપાયા છે. પોલીસે આ કેસમાં બાતમી મળ્યા બાદ વોચ ગોઠવીને તપાસ કરી હતી. જેમાં કારમાંથી ચાર આરોપીઓ પકડાયા છે. આરોપીઓએ વિચિત્ર જગ્યાઓ પર સોનું છૂપાવ્યું હતું.

દુબઈથી (Dubai) લાવવામાં આવેલું રૂપિયા ૦૪ કરોડથી વધુની કિંમતનુ ૭.૧૫૮ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુરત SOG (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ગ્રુપ)ની ટીમે સોનાની સાથે સાથે ૦૪ ઈસમોને પણ ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે.

તેમની તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય દાણચોરીનો (International Smuggling) પર્દાફાશ થઈ શકે છે. આરોપીઓ સોનું કઈ રીતે દુબઈથી સુરત (Surat) લાવ્યા હતા અને પકડાયા નહીં તેનો પણ મોટો ભેદ ખુલ્યો છે.

સુરત એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટની સાથે ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હેરાફેરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેમાં આ વખતે સોનાની ગેરકાયદેસર હેરાફેરીનો ભેદ ખુલ્યો છે. આ મામલે સુરત પોલીસે કરોડો રૂપિયા સોના સાથે ૦૪ આરોપીઓને ઝડપી પાડયા છે. SOGની ટીમને એક ટોળકી વિશે માહિતી મળી કે ટોળકી દ્વારા ઈમિગ્રેશનમાં પકડાવાય નહીં તે રીતે સોનું લાવવામાં આવતું હતું.

આ ટોળકી તેના કેરિયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવીને સોનુ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં પકડાય નહીં તે રીતે લાવતા હતા. આરોપીઓ સોનામાં કેમિકલ ભેળવીને સોનુ આંતરવસ્ત્રોમાં છૂપાવીને દુબઈથી લાવતા હતા.

પોલીસને માહિતી મળી હતી કે સોનાને દુબઈથી સુરત લાવવા માટે આ ટોળકીના બે સભ્યો દુબઈ ગેરકાયદેસર રીતે સોનું લવાયું છે. આ ટોળકી કારમાં ડુમ્મસ એસકે નગર ચોકડી પાસેથી પસાર થવાની છે. આ બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી કારને રોકીને તપાસ કરતા મોટી સફળતા મળી છે.

 આ કેસમાં આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી, નિરવ રમણીકભાઇ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો S/O રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પકડાયેલા શખ્સોની ઝડતી લેતા બે આરોપીઓ પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બૂટમાં છૂપાવીને દુબઈથી લવાયેલું સોનું મળી આવ્યું હતું. 

આ કેસમાં આરોપી ફેનીલ રાજેશભાઈ માવાણી, નિરવ રમણીકભાઈ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો S/O રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પકડાયેલા શખ્સોની ઝડતી લેતા બે આરોપીઓ પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બૂટમાં છૂપાવીને દુબઈથી લવાયેલું સોનું મળી આવ્યું હતું.

પકડાયેલા અરોપીઓ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યોરિટીમાં પકડાઈ ન જાય તે માટે સોનાને પંચમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમિકલ ભેળવીને લુગદી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરીને તેના પર સેલોટેપ વીંટાળીને અન્ડરવિયરમાં મૂકીને લાવતા હતા.

આ પણ વાંચો :-