મોદી સરકાર તમામ 18 વર્ષની છોકરીઓના ખાતામાં રૂ.૧૮૦,૦૦૦ મોકલી રહી છે ? જાણો આ વાયરલ સમાચારનું સત્ય

Share this story

Modi government  

  • વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના બેંક ખાતામાં વાર્ષિક 1 લાખ 80 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે.

સરકારની (Govt) આ યોજનાઓ વિશે લોકોને સોશિયલ મીડિયા (Social media) દ્વારા પણ માહિતગાર કરવામાં આવે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની તમામ છોકરીઓને સરકાર દ્વારા 1 લાખ 80 હજાર રૂપિયા આપવામાં આવશે. સરકાર આ રકમ સીધી છોકરીઓના ખાતામાં જમા કરાવશે.

વાસ્તવમાં સરકારી જ્ઞાન નામની યુટ્યુબ ચેનલ પર ત્રણ મહિના પહેલા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના બેંક ખાતામાં વાર્ષિક 1 લાખ 80 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો તેની સત્યતા અંગે મૂંઝવણમાં છે.

વાયરલ વીડિયોની સત્યતા લોકો સુધી પહોંચાડવા માટે, PIB એટલે કે પ્રેસ બ્યુરો ઓફ ઈન્ફર્મેશન, ભારત સરકારની એજન્સીએ તેની હકીકત તપાસી છે. તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વાયરલ વીડિયો વિશે માહિતી આપતા પીઆઈબીએ કહ્યું કે સરકારી જ્ઞાન નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી લાડલી લક્ષ્મી યોજના હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની તમામ છોકરીઓને સીધી ખાતામાં જમા થશે.1 લાખ 80 હજાર આપવામાં આવશે. PIB અનુસાર આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

આ પણ વાંચો :-