ઐતિહાસિક : 1000મી મેચ બની યાદગાર ! IPLમાં આ ટીમોએ સર્જ્યો એવો રેકોર્ડ કે જાણી ચોંકી જશો

Share this story

Historical

  • IPL 2023 ની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. સાથે જ IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું. જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય.

IPL 2023 માં ગઈકાલે રવિવારે એટલે કે 30 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી અને આ મેચને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય.

IPL ઈતિહાસની 1000મી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે  :

ઉપરાંત ખાસ વાત એ છે કે આ IPL ઈતિહાસની 1000મી મેચ હતી. જણાવી દઈએ કે રવિવારે ડબલ હેડર રમાઈ હતી અને એ બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાનની ટીમે 213 રનનો ટાર્ગેટ મુંબઈને આપ્યો હતો અને મુંબઈએ પણ સામે કાંટાની ટક્કર આપી હતી.

એ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. છેલ્લી ઓવરમાં મુંબઈની ટીમને જીતવા માટે 17 રનની જરૂર હતી અને એ સમયે ટિમ ડેવિડ અને તિલક વર્મા ક્રિઝ પર હતા અને રાજસ્થાનની ટીમ તરફથી કેરેબિયન ફાસ્ટ બોલર જેસન હોલ્ડર બોલિંગ કરી રહ્યા હતા. એ સમયે ચાહકોને પણ લાગ્યું કે આ મેચ રાજસ્થાન જીતશે પણ એવું થયું નહીં.

એ મેચમાં ટિમ ડેવિડે પોતાનું મન બનાવી લીધું અને હોલ્ડરની ઓવરના પહેલા 3 બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચ પલટી દીધી હતી. 213 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 4 વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો :-