વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીના ૫ મોટા એલાન

Share this story

ગાંધીનગરમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્ર પ્રમુખો આવ્યાં છે. ત્યારે રાજ્યમાં રોજગારી અને રોકાણ માટે તેમણે વચનો આપ્યાં છે. રિલાયન્સના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ રોકાણની સાથે રોજગારની પણ ખાતરી આપી છે. બીજી તરફ ગ્લોબલ બિઝનેસ લીડર્સની વાત કરીએ તો લક્ષ્મી મિત્તલ અને સુઝુકીએ પણ પોતાના બિઝનેસ પ્લાન્ટ ક્યાં સુધીમાં સ્થાપિત થઈ જશે તેની જાણકારી આપી હતી.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક મોટી જાહેરાત કરી છે. ખાસ કરીને અંબાણીએ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ૨૦૨૪માં ગ્રીન કોમ્પ્લેક્સ શરૂ કરવાની યોજના છે. આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે અને ગ્રીન પ્રોડક્ટ્સ અને મટિરિયલ્સ પૂરા પાડવામાં આવશે. ગુજરાત ગ્રીન પ્રોડક્ટ્સનું અગ્રણી નિકાસકાર પણ બનશે.

મુકેશ અંબાણીએ કર્યા ૩ મોટા એલાન 

  • Reliacne કંપની ભવિષ્યમાં પણ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતને ૨૦૩૦ સુધીમાં તેની અડધી ગ્રીન એનર્જીની જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.
  • રિલાયન્સ જિયોએ વિશ્વભરમાં ૫Gનું ઝડપી રોલઆઉટ પૂર્ણ કર્યું છે. ૫G AI ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે, જેનાથી યુવાનોને ઘણો ફાયદો થશે.
  • રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ગોળાકાર અર્થતંત્ર માટે ભારતના પ્રથમ કાર્બન ફાઈબરની સ્થાપના કરી રહી છે. હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર સુવિધાની સ્થાપના સાથે તેની શરૂઆત થઈ છે.
  • રિલાયન્સ રિટેલ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ગુજરાતમાં લાવશે અને ખેડૂતોને ટેકો આપશે. આ સાથે રિલાયન્સ રિટેલ તેના ગ્રાહકોને હંમેશા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા પર કામ કરવાનું ચાલુ રાખશે

મુકેશ અંબાણીએ સંબોધનમાં જ કહ્યું હતું કે, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે.તેમણે કેટલાક વચનો પણ આપ્યાં હતાં. જેમાં રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું.આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડીંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું. ગુજરાતમાં 5જી ઉપલબ્ધ છે. 5જીમાં એ.આઈ. ટેક્નોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે.ગજરાત એકલું ૩ ટ્રિલિયન ઈકોનોમિ બનશે એવો મને વિશ્વાસ છે. મોદીનો સમય ભારતને સમૃદ્ધતા અને વિકાસ તરફ આગળ લઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત એકલું ૩ ટ્રિલિયન ઈકોનોમી બનશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત ૨૦૪૭ સુધીમાં USD ૩ ટ્રિલિયનનું અર્થતંત્ર હશે, ભારતને ૨૦૪૭ સુધીમાં ૩૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનતા કોઈ શક્તિ રોકી શકશે નહીં.

આ પણ વાંચો :-