હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે સોમવારે ફરી એક વાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે, કંગના રનૌતે રાહુલ ગાંધીને ‘સૌથી ખતરનાક માણસ’ ગણાવ્યા હતા. હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન માધબી બૂચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, રાહુલ ગાંધીએ આ આરોપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ અને અદાણી ગ્રુપની ટીકા કરી હતી.
કંગના રાણાવતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને કહ્યું કે રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે, તે કડવા, ઝેરીલા અને વિનાશક છે, તેમનો એજન્ડા છે કે તેઓ જો વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરવાનો છે. આપણા શેરબજારને સીધું નિશાન બનાવતો હિંડનબર્ગનો અહેવાલ, જેને રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે સમર્થન આપી રહ્યા હતા, તે નકામી વાત સાબિત થઈ.
ગાંધીએ યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આક્ષેપોને પગલે ભારતના શેરબજાર અંગે કડક ચેતવણી આપી હતી. તેમણે સેબીના વડા માધબી પુરી બુચ સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી અને સરકાર પાસે જવાબ માંગ્યો છે.
રાહુલ ગાંધીએ એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું. “વિપક્ષના નેતા તરીકે મારી ફરજ છે કે તમારા ધ્યાન પર લાવવાની કે ભારતીય શેરબજાર પર નોંધપાત્ર જોખમ છે કારણ કે જે સંસ્થાઓ શેરબજારને સંચાલિત કરે છે તેઓ અયોગ્ય કાર્યો કરે છે. અદાણી જૂથ સામે એક ખૂબ જ ગંભીર આરોપ ગેરકાયદેસર શેરની માલિકી અને ઓફશોર ફંડ્સનો ઉપયોગ કરીને કિંમતમાં હેરાફેરી કરવાનો હતો.
આ પણ વાંચો :-