બાંગ્લાદેશ દેશમાં ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે ઢાકામાં બેઠક યોજીને જાહેરાત કરી હતી કે, અમે વચગાળાની સરકાર બનાવીશું. વચગાળાની સરકાર બનાવીને દેશ ચલાવશે. તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે તેઓ શાંતિ માટે પ્રયાસ કરે. બાંગ્લાદેશ આર્મીમાં વિશ્વાસ રાખો.
બાંગ્લાદેશના આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે પાછા જવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી, અમે આજ રાત સુધીમાં સંકટનો ઉકેલ શોધી લઈશું. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેથી હવે દેશનું સંચાલન વચગાળાની સરકાર કરશે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના હાઉસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. આંદોલનકારીઓએ ઘણા મહત્ત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો :-