ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પણ POCSO હેઠળ ગુનો ગણાશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને બાળ જાતીય શોષણ અને દુરુપયોગની સામગ્રી સાથે બાળ પોર્નોગ્રાફીને બદલવા માટે વટહુકમ બહાર પાડવાનો પણ અનુરોધ કર્યો હતો અને તમામ હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે આરોપી વ્યક્તિ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવામાં ‘ગંભીર ભૂલ’ કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટને પણ ફટકાર લગાવી હતી. લાઈવ લોના અહેવાલ મુજબ, સર્વોચ્ચ અદાલતે POCSO એક્ટમાં સુધારા સૂચવ્યા હતા. જેમાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળ જાતીય શોષણ અને શોષણાત્મક સામગ્રી’ સાથે બદલવાનો પ્રસ્તાવ મૂક્યો.
જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે અમે દોષિતોના મનની સ્થિતિની ધારણાઓ પર તમામ પ્રાસંગિક જોગવાઇઓને સમજવા માટે પોતાની રીતે પ્રયાસ કર્યો છે અને દિશાનિર્દેશ પણ નક્કી કર્યા છે. અમે કેન્દ્રને પણ એવો અનુરોધ કર્યો છે કે બાળ અશ્લિલતાના સ્થાને બાલ યૌન શોષણ સંબંધી સામગ્રી લાવવા માટે એક અધ્યાદેશ જાહેર કરવામાં આવે. અમે તમામ હાઇકોર્ટને કહ્યું છે કે તે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ના કરે. આ પહેલા કેરળ હાઇકોર્ટે 13 સપ્ટેમ્બર 2023માં એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ અંગત રીતે અશ્લીલ તસવીર કે વીડિયો જોઇ રહ્યો છે તો આ ગુનો નથી પરંતુ જો બીજાને બતાવે છે તો આ ગેરકાયદેર છે.
કેરળ હાઇકોર્ટના આધાર પર મદ્રાસ હાઇકોર્ટમાં એક આરોપીના દોષ મુક્ત થવા પર એક NGOએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેરળ હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નથી. આ ચુકાદા વિરૂદ્ધ ફરીદાબાદની NGO જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ અને નવી દિલ્હીની NGO બચપન બચાઓ આંદોલને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો :-