કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 156 ફિક્સ ડોઝ મેડિસિન કોમ્બિનેશન (FDC) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નિષ્ણાત સમિતિનું કહેવું છે કે આ દવાઓ દર્દીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, મંત્રાલયે તાત્કાલિક 156 FDC પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. 2016 પછી આ બીજો મોટો પ્રતિબંધ છે.
કેન્દ્ર સરકારે 156 કોકટેલ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંથી ઘણી તમારા ઘરમાં પણ હોઈ શકે છે. આ પ્રતિબંધિત દવાઓની યાદીમાં વાળની વૃદ્ધિ, ત્વચાની સંભાળ અને પેઇન રાડત માટે અથવા અન્ય સ્વરૂપો જેમ કે મલ્ટીવિટામિન્સ, એન્ટિપેરાસિટિક, એન્ટિ-એલર્જિક દવાઓ અને ઘણી બધી દવાઓનો સમાવેશ થાય છે. ફિરડ-ડોઝ કોમ્બિનેશન એવી દવાઓ છે જે એક ગોળીમાં એક કરતાં વધુ દવાનું મિશ્રણ કરે છે અને તેને ‘કોકટેલ’ દવાઓ પણ કહેવાય છે. જોકે, દવા ઉત્પાદક કંપનીઓએ હજુ સુધી પ્રતિબંધની આર્થિક અસરની જાહેરાત કરી નથી. પરંતુ સિપ્લા, ટોરેન્ટ, સન ફાર્મા, આઈપીસીએ લેબ્સ અને લ્યુપિન જેવી મોટી ફાર્મા કંપનીઓની કેટલીક પ્રોડકટ્સને આ પ્રતિબંધની અસર થઈ છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ગેજેટ નોટિફિકેશન મુજબ, આ 156 ફિકસ્ડ-ડોઝ કોમ્બિનેશન દવાઓનો ઉપયોગ માનવો માટે જોખમ ઊભું કરી શકે છે, તેમ છતાં તે દવાઓના સલામત વિકલ્પ છે. કેન્દ્ર દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી હતી, જેણે આ FDCને અતાર્કિક માન્યું હતું. સરકારે સ્પષ્ટતા કરી છે કે ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડે પણ આ દવાઓની તપાસ કરી હતી અને ભલામણ કરી હતી કે આ એફડીસીમાં સમાવિષ્ટ દવાઓનો મેડિકલ સાયન્સ મુજબ કોઈ અર્થ નથી.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ડજુ પણ આ પ્રતિબંધની અસર પર વિચાર કરી રહ્યો છે. આ સૂચિમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા પહેલાથી જ બંધ કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, ખીલની સારવાર માટે એન્ટીબાયોટિક એઝિયોમાસીન અને એડાપેલીનનું મિશ્રણ વપરાય છે. Aceclofenac 50mg + Paracetamol 125mg ગોળીઓ આ સૂચિમાં પ્રતિબંધિત છે. મોટી ફાર્મા કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી આ લોકપ્રિય પેઈનકિલર દવાઓમાંથી એક છે. આ સૂચિમાં પેરાસિટામોલ + પેન્ટાઝોસીનનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પીડા રાહત માટે થાય છે. સૂચિમાં “લેવોસેટીરિઝિન + ફેનીલેફ્રાઈન”, મેગ્નેશિયમ ક્લોરાઇડ, પેરાસિટામોલ, ટ્રામાડોલ, ટૌરીન અને કેફીનનું મિશ્રણ પણ સામેલ છે.
આ પણ વાંચો :-