જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવાની માહિતી બહાર આવી રહી છે. અથડામણ પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ભારતીય સેના મુજબ, સંભવિત ઘૂસણખોરી સંબંધિત ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કુમકડી વિસ્તાર અને તંગધાર સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
રાજૌરી જિલ્લાના લાઠી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ગુરુવારે સવારે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ અને સૈનિકો સામસામે આવી ગયા હતા. આ પછી અથડામણ શરૂ થયું હતું.
કુપવાડા એન્કાઉન્ટર પર એક અધિકારીએ જણાવ્યું કે, સાંજે 7:40 વાગ્યે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓની ગતિવિધિની માહિતી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો અને સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું. રાજૌરી અંગે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે 9:30 વાગ્યે (શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિ બાદ) રાજૌરી જિલ્લાના ખેરી મોહરા લાઠી અને દંથલના સામાન્ય વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓને સૈનિકોએ લગભગ 11:45 વાગ્યે જોયા હતા. ત્યારબાદ ખેરી મોહરા વિસ્તાર નજીક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 20 ઓગસ્ટે તારીખોની જાહેરાત કરી હતી. 4 જૂને પરિણામ આવશે અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત અહીં રાજ્ય સરકારની ચૂંટણી થશે. કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થવાનું છે.
આ પણ વાંચો :-