Friday, Oct 24, 2025

આ દુલ્હન તો ટેથોસ્કોપ લટકાવીને પહોંચી પરીક્ષા આપવા, વીડિયો જોઈને તમે પણ ચકિત થઈ જશો

2 Min Read

This bride hangs a stethoscope to take the examzed

  • જો તમારી પ્રેક્ટિકલ પરીક્ષા તમારા લગ્નના દિવસે જ હોય ​​તો તમે શું કરશો ? આમાં ફક્ત બે જ રસ્તા છે, પ્રથમ તમે તે જ દિવસે પરીક્ષા આપી શકો છો અથવા છોડી શકો છો.

પરંતુ કેરળની (Kerala) આ કન્યાએ બંને રસ્તે ચાલવાનું નક્કી કર્યું. દુલ્હન (Bride) તેના લગ્ન પહેરવેશમાં પ્રેક્ટિકલ માટે લેબ કોટ પહેરે છે અને તેના ગળામાં સ્ટેથોસ્કોપ (Stethoscope) પહેરીને દુલ્હન કપડા સાથે તે પરીક્ષા આપવા આવે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

આ દુલ્હન શ્રી લક્ષ્મી અનિલ, બેથની નવજીવન કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની છે. વીડિયોમાં તે તેના ક્લાસરૂમમાં જોવા મળી રહી છે. તે પીળી વેડિંગ સાડી, હેવી વેડિંગ જ્વેલરી અને મેક-અપ ફેસ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તે તેના મિત્રોને હાથ હલાવી રહી છે.

એક મિત્ર તેણીની સાડીના પલ્લુને ઠીક કરવામાં મદદ કરે છે અને બીજો તેના ગળામાં સ્ટેથોસ્કોપ મૂકે છે. પરીક્ષા પછી કન્યા બહાર આવીને તેની માતાને ગળે લગાવતી જોવા મળે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ grus_girls પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં કન્યા હોલના માર્ગ પર તેની ફિઝિયોથેરાપીની પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી કરી રહી છે.

https://www.instagram.com/reel/CoM_Wn1piyf/?utm_source=ig_embed&ig_rid=3a94602c-c324-4f3c-b7cf-208da1ae10ab

આ શેર કરાયેલ વીડિયો કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘મેડિકોની લાઈફ #ફિઝિયોથેરાપી પરીક્ષા અને લગ્ન એક જ દિવસે.’ શેર કરવામાં આવેલ આ વીડિયોને લાખો વખતો જોવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સે તેના વખાણ કર્યા તો કેટલાક અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે પરીક્ષાના સમયે લગ્નનું આયોજન કેમ કરવામાં આવ્યું ? એક યુઝરે કોમેન્ટ કરી, ‘ઓલ ધ બેસ્ટ’ બીજા યુઝરે લખ્યું, ‘ફેમસ થવા માટે’. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article