Saturday, Sep 13, 2025

ગદર-૨ જોવા માટે રીતસર થઈ રહી છે પડાપડી, સ્વતંત્રતા દિવસે તો કમાણીનો રેકોર્ડ તૂટ્યો

3 Min Read
  • Gadar ૨ : ગદર ૨ ફિલ્મ ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક કમાણી કરતા બધાની આંખો પહોળી થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક્સ માટે આ આંકડો અકલ્પનીય છે.

ગદર ૨ ફિલ્મે વાસ્તવમાં બોક્સ ઓફસ ઉપર પણ ગદર મચાવી દીધો છે. લોકો આ ફિલ્મ જોવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ સફળતાના નવા ડંકા વગાડી રહી છે.

પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યું છે તે તો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. ગદર ૨ ફિલ્મે સ્વતંત્રતા દિવસ પર ખુબ કમાણી કરી છે.

ગદર ૨ની તાબડતોડ કમાણી :

ગદર ૨ ફિલ્મ ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક 55 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ઈન્ડિપેન્ડન્સ ડે પર ઈતિહાસ રચી નાખ્યો છે. શુક્રવારે ૪૦ કરોડની ધમાકેદાર ઓપનિંગ કરનારી ફિલ્મે બીજા દિવસે ૪૩.૦૮ કરોડનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે ૫૧.૭ કરોડની કમાણી કરી. ચોથા દિવસે સોમવારે ૩૮.૭ કરોડ કમાણી કરી તથા પાંચમા દિવસે તો રેકોર્ડ જ તોડી નાખ્યો. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ૨૨૮ કરોડ જેટલું થઈ ગયું છે.

ગદર ૨એ રેકોર્ડ તોડ્યો :

સની દેઓલની ફિલ્મે ૨૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મનું શાનદાર કલેક્શન મેકર્સ,  સ્ટારકાસ્ટ અને ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી કમ નથી. ૨૨ વર્ષ બાદ આવેલી સનીની ગદર-૨ ફિલ્મે જે જબરદસ્ત રિસ્પોન્સ મેળવ્યો છે તે કાબિલે તારીફ છે.

સનીની મુવી સૌથી ઝડપથી ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. બીજી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે સરખામણી કરીએ તો પઠાણે ૪ દિવસમાં ૨૧૨.૫ કરોડ કમાણી કરી હતી. કેજીએફ (હિન્દી)એ ૫ દિવસમાં ૨૨૯ કરોડની કમાણી કરી હતી. બાહુબલી ૨એ ૬ દિવસમાં ૨૨૪ કરોડ કમાણી કરી હતી. ગદર ૨ ૫ દિવસનું ઓફિશિયલ કલેક્શન ૨૨૮ કરોડ ઉપર ગયું છે.

અનેક વર્ષો સુધી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનારા સની દેઓલની કરિયર માટે ગદર ૨ સંજીવની બનીને આવી છે. તમને જાણીને આનંદ થશે કે સનીની ગદર ૨ ૨૦૦ કરોડ કમાનારી પહેલી ફિલ્મ છે. સની દેઓલની આ ફિલ્મ ૨૦૨૩ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની લાઈનમાં છે. હાલ આ રેંક ધ કેરલ સ્ટોરી પાસે છે જેની કમાણી ૨૪૨ કરોડ છે.

આ પણ વાંચો :-

Share This Article