આગામી 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ

Share this story

18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સત્ર 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે. બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન બંધારણની 75મી વર્ષગાંઠના ભાગરૂપે કરવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે,2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક | Sandesh

સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજૂએ ટ્વિટ કરી આ અંગે જણાવ્યું હતું કે, ‘બંને સદનમાં શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.’

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ શિયાળુ સત્ર શરૂ થશે. આ બંને રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે આવશે. આગામી શિયાળુ સત્રમાં સંસદમાં બે મહત્ત્વના સુધારા પર ચર્ચાઓ થઈ શકે છે. જેમાં એક વકફ બિલ, 2024 અને બીજું વન નેશન વન ઈલેક્શનનો મુદ્દો સમાવિષ્ટ થાય છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વકફ બિલના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, સંસદના આગામી સેશનમાં અમે આ મુદ્દે ઉકેલ લાવીશું.

આ પણ વાંચો :-