સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે UPનો મદરેસા એક્ટ બંધારણીય છે કે ગેરબંધારણીય તે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા બોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે અને યુપી મદરેસા બોર્ડની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કેટલીક જોગવાઈઓ સિવાય ‘ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004’ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું કે, આ કાયદાની જોગવાઈઓ મદરેસાઓમાં નિર્ધારિત શિક્ષણના ધોરણને પ્રમાણિત કરવાની છે. મદરેસા અધિનિયમ મદરેસાઓના રોજિંદા કામકાજમાં દખલ કરી શકે નહીં. તેનો ઉદ્દેશ ઉત્તર પ્રદેશ રાજ્યમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ યોગ્ય આજીવિકા કમાય તે સુનિશ્ચિત કરવાની રાજ્યની સકારાત્મક જવાબદારીને અનુરૂપ છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ રાજ્યના પ્રમાણિત શિક્ષણ માપદંડોની સાથે પોતાની કામગીરી ચાલુ રાખી શકશે..
સુપ્રીમ કોર્ટે યુપી મદરસા એક્ટને બંધારણીય જાહેર કર્યો અને કહ્યું કે સરકાર મદરેસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મદરેસાઓનું નિયમન કરી શકે છે. આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીના મદરેસાઓ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લગભગ 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. CJI એ કહ્યું કે, રાજ્ય શિક્ષણના ધોરણોનું નિયમન કરી શકે છે. શિક્ષણની ગુણવત્તાને લગતા નિયમો મદરેસાઓના વહીવટમાં દખલ કરતા નથી. જો આ કાયદો બિનસાંપ્રદાયિકતાનો ભંગ કરશે તો તેના પર પ્રહાર કરવામાં આવશે તેવું માનીને હાઈકોર્ટે ભૂલ કરી હતી.
આ પણ વાંચો :-