વિઘ્નહર્તા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ત્યારે સુરતના મહિધર પુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની શોભાયાત્રા નીકળી. દાળિયા શેરીના ગણેશજી ગણેશ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શ્રીજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ભક્તો અહીં લાખોનો ખર્ચ કરે છે. અહીંયા આયોજકો ગણેશજીની પ્રતિમાને સોના- ચાંદી અને રીયલ ડાયમંડના ઘરેણા પહેરાવે છે.
ગણેશજીને 20 થી 25 કિલો સોના ચાંદીના મઢેલા દાગીનાનો શણગાર કરાવામાં આવે છે. ગણેશજી સાથે મૂષક રાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંના મૂષક રાજ પણ સાત કિલોના ચાંદીના છે. મહિધરપુરામાં દર વર્ષે ભવ્ય લાઇટિંગ સાથે મહેલ જેવા મંડપમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશજીની પૂજા અર્ચના કરાઈ છે.
દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતાં છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે. સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મહિધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે. દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે. આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.
આ પણ વાંચો :-