દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે બ્રિજભૂષણને પૂછ્યુ કે આરોપ નક્કી કરવાના આદેશની સાથે કાર્યવાહીને પડકાર આપવા માટે એક જ અરજી દાખલ કેમ કરવામાં આવી? હાઈકોર્ટે ઘણી મહિલા રેસલર્સ દ્વારા જાતીય સતામણીના મામલામાં તેમના વિરુદ્ધ નોંધાયેલી FIR અને આરોપ રદ કરવાની માગ વાળી દલીલો પર નોટ દાખલ કરવા માટે સમય આપ્યો.
ભાજપ નેતા અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પ્રથમ દ્રષ્ટિએ વાંધો વ્યક્ત કર્યો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે બ્રિજભૂષણ સિંહની અરજી તેમના વિરુદ્ધ કેસ શરૂ થયા બાદ મામલાને સંપૂર્ણ રીતે રદ કરવાની એક પરોક્ષ અરજી પ્રતીત થાય છે.
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોની આગેવાનીમાં દેશના 30 કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર ઉતર્યા હતા. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવા અને મહિલા કુસ્તીબાજો અને મહિલા કોચનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કુસ્તીબાજો પૂછપરછ માટે સંમત થયા અને બ્રિજભૂષણને સંઘના કામથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું.
ઓલિમ્પિક એસોસિએશનની સમિતિએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નહીં. આવી સ્થિતિમાં, કુસ્તીબાજો જૂનમાં ફરી હડતાળ પર બેઠા. આ સમયગાળા દરમિયાન હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહી અને ઘણી વખત કુસ્તીબાજોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. અંતે કુસ્તીબાજોએ તેમના મેડલ પણ પરત કર્યા હતા. બ્રિજ ભૂષણ સામે કેસ નોંધાયા બાદ વિરોધનો અંત આવ્યો. આ મામલે હજુ સુનાવણી ચાલી રહી છે. બ્રિજભૂષણનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થયો હતો. આવી સ્થિતિમાં તેઓ રેસલિંગ એસોસિએશનમાંથી ખસી ગયા છે.
આ પણ વાંચો :-