દક્ષ‌િ‍ણ ભારતીય ભરતનાટ્યમ‌્‍નું સુરતી પરિવારોને પણ ઘેલું લાગ્યું

Share this story
  • સુરતના ચેતના પહાડે, નંદા પહાડે બાદ તેમની જ શિષ્યા કાશ્મીરા પટેલે દક્ષ‌િ‍ણ ભારતીય તર્જ, લય વચ્ચે ગુજરાતી ગીતોને પીરસવાનો કરેલો પ્રયોગ અદ્‍ભૂત પુરવાર થયો
  • કાશ્મીરા પટેલની ત્રણ શિષ્યા વૈશાલી ઉમરીયા, તન્વી ચૌધરી અને કુ.હેનાલી પરવટીયાના યોજાયેલા દિક્ષાંત સમારોહ ‘આરંગેત્રમ‍્’માં ગુજરાતી ગીતો સાથેનું નૃત્ય લોકોને પ્રભાવિત કરી ગયું
  • ત્રણે ન્યુત્યાંગનાઓનાં અનુભવ મુજબ ભરતનાટ્યમ્ માત્ર નૃત્ય જ નહીં જીવનમાં સ્વભાવમાં અકલ્પનિય બદલાવ લાવે છે પ્રારંભે કઠિન લાગતા આ નૃત્યનું પછીથી વળગણ છુટતુ નથી

થોડા દિવસ પહેલા સુરતમાં ત્રણ બહેનોના ભરતનાટ્યમ્‍ા્‍‍નો ‌દિક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાઇ ગયો. ભરતનાટ્યમ્‍ા્‍‍ ખરેખર તો દ‌િક્ષણ ભારતની નૃત્યકળા છે, પરંતુ પાછલા કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ભરતનાટ્યમ્‍ા્‍‍નું ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને ઘેલું લાગ્યું છે. ઘણા પરિવારોમાં તો બા‌િલકાઓને બાળવયથી જ ભરતનાટ્યમ્‍ા્‍‍ નૃત્યની તાલીમ આપવામાં આવે છે. એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય નૃત્યકલામાં ભરતનાટ્યમ્‍ા્‍‍ સૌથી કઠિન કળા છે અને ભરતનાટ્યમ્‍ા્‍‍માં નિપુણ થઈને પદવી મેળવનાર યુવતીઓ માટે વિશેષ લાયકાત બની જાય છે.

IMG-20231107-WA0000

સુરતમા ચેતના પહાડે અને નંદા પહાડે આ એવા નામ હતા કે પહાડે નામ સાંભળતાની સાથે જ પગ થરકવા માંડે, તેમના પિતા નાથુભાઇ પહાડે તો અનેક કલામાં પારંગત હતા. નાથુભાઇ પહાડે મોટા ગજાના નૃત્યકાર હતા, દોડવીર હતા અને તરણવીર પણ હતા. ખરેખર એવું કહી શકાય કે જ્યારે દોડવીરની વાત આવે એટલે નાથુભાઇ પહાડેનું નામ આપોઆપ નજર સામે તરી આવે. નાથુભાઇના ગયા પછી સુરતમાં નાથુભાઇ પહાડે જેવો દોડવીર પાક્યો નથી.

નાથુભાઇની વિદાય સાથે સુરતમાં જાણે ‘‘દોડવીર જ ભુલાઈ ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.

ખેર, નાથુભાઇ પહાડેની જ દીકરી ચેતના પહાડે અને નંદા પહાડેએ મોજીલા સુરતીઓને ભરતનાટ્યમ્‍ા્‍‍નો નશો ચઢાવ્યો હતો અને ભરતનાટ્યમ્‍ા્‍‍ નૃત્યકળાના લાભાલાભ, સંસ્કાર, આ નૃત્યને કારણે જીવનમા આવતા બદલાવ વગેરે વગેરે ફાયદાઓની અનુભૂતિ કરાવતા આજે મોટાભાગના સુસંસ્કૃત પરિવારોની દીકરીઓને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યનું શિક્ષણ આગ્રહપૂર્વક અપાવવામાં આવે છે. મતલબ, હવે ભરતનાટ્યમ્‍ા્‍‍ની ઓળખ આપવાની જરૂર નથી બલ્કે પોતે ભરતનાટ્યમ્‍ા્‍‍મા નિપૂણ હોવાનુ ગૌરવ મહેસુસ કરે છે.

અત્યાર સુધી ભરતનાટ્યમ્‍ા્‍‍માં મોટાભાગના ગીતો અને સંગીત દ‌િક્ષણ ભારતીય લય અને તાલમાં ગવાતા હતા પરંતુ તાજેતરમાં ‘સુરતના મુંદ્રા ડાન્સિંગ એકેડમીના ડિરેકટર કાશ્મીરા પટેલની શિષ્યાઓ વૈશાલી ઉમરિયા, હેનાલી પરવટીયા, અને તન્વી ચૌધરીનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ને સ્થાનિક એટલે કે ગુજરાતીનો રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો અને એ ખરેખર અદ્‍ભુત પુરવાર થયો હતો.

‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની ધૂન, લય, તાલ બધું જ દ‌િક્ષણ ભારતીય હતુ. મૃંદગ, વાયોલીન, બંસરી, હારમોનિયમ આ સહિત બધાના જ સૂર દ‌િક્ષણ ભારતનુ સંગીત રેલાવતા હતા. વળી, ગીતો રજૂ કરનાર ગણેશનજી પણ દ‌િક્ષણ ભારતીય હતા. પરંતુ તેમણે જય કાના કાળા… અને શ્રી રામચંદ્ર કુપાલુ ભજમન… ભક્તિ ગીતો ગુજરાતીમાં છતા દ‌િક્ષણ ભારતીય ધૂનમાં રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, વળી વૈશાલી ઉમરીયા, તન્વી ચૌધરી અને હેનાલી પરવટીયાએ ગુજરાતી ભક્તિગીતો ઉપર અદ્‍ભુત નૃત્ય કરીને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યને નવું જ રૂપ આપી ગુજરાતી પ્રિય બનાવવાની સફળ કોશીષ કરી હતી.

કાશ્મીરા પટેલ પણ ચેતના પહાડે અને નંદા પહાડેના શિષ્યા છે. તેમની પાસેથી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’માં પારંગત થયાં બાદ કાશ્મીરા પટેલે પોતાની જ સંસ્થા ‘‘મુદ્રા ડાન્સિંગ એકેડમી’’ સ્થાપી છે અને ભરતનાટ્યમ્‍ા્‍‍નુ નવી પેઢીમાં આરોપણ કરી રહ્યા છે. ક્રમશઃ સુસંસ્કૃત પરિવારોમા લોકપ્રિય ઉપરાંત સોશ્યલ સ્ટેટસ બની રહેલા ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ને સુરતમાં પ્રસરાવવામાં કાશ્મીરા પટેલનો મોટો ફાળો રહ્યો છે. અત્યાર સુધી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના આયોજન માટે દ‌િક્ષણ ભારતના કલાગુરૂ અને કલાકારોને આમંત્રિત કરવા પડતા હતા પરંતુ હવે કાશ્મીરા પટેલે ઘર આંગણેજ અને એ પણ સંપૂર્ણ ગુજરાતી પરિવારે સ્થાપેલી સંસ્થામાં સુરતમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ માટે ઉભરી રહેલી પ્રતિભાઓને ઘર આંગણે જ શિક્ષણ મળી રહેશે.

રંગભવન જીવનભારતીના હોલમા ખીચોખીચ પ્રેક્ષકો સમક્ષ ત્રણ નૃત્યાંગનાઓએ રજુ કરેલા પોતાના અનુભવો સાંભળીને શ્રોતાઓ દંગ રહી ગયા હતા. ત્રણે નૃત્યાંગનાઓ પૈકી વૈશાલી ઉમરીયા અને તન્વી ચૌધરી પરિણીત હોવા ઉપરાંત સંતાનોની માતા પણ છે. સરકારી નોકરી કરતી વૈશાલી ઉમરીયાએ જીવનના ૪૨મા વર્ષે ભરતનાટ્યમ્‍ા્‍‍ શીખવાની વાત કરી ત્યારે પરિવારે હસી કાઢી હતી. ભયંકર ગુસ્સાવાળાે સ્વભાવ ધરાવતી વૈશાલી ઉમરીયાએ વિચારોની ગડમથલ વચ્ચે અને પરિવારના પ્રોત્સાહન સાથે કલાગુરૂ કાશ્મીરા પટેલના માર્ગદર્શન હેઠળ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ શીખવાની શરૂઆત કરી ત્યારે પ્રારંભે થોડી તકલીફો પડી, પાછા ફરી જવાનું મન થયું, પરંતુ આખરે એક એક સ્ટેપ આગળ વધતા ગયા તેમ-તેમ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’નો નશો ચઢતો ગયો અને ઘર, પરિવાર બાળકો અને નોકરી સહિતની જવાબદારીઓ વચ્ચે સાત વર્ષની લાંબી મં‌િજલ કાપી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની તાલીમ પૂર્ણ કરી ત્યારે સાત વર્ષ પૂર્વની વૈશાલી બદલાઇ ગઇ હતી. આ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના સંસ્કાર હતા. ગુસ્સો ભુલાઇ ગયો. વાતમાં અને વહેવારમાં નમ્રતા આવી ગઇ. પરિવારમાં રામાયણના પાત્રોની અનુભૂતિ થવા માંડી! મતલબ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ માત્ર આનંદ લેવા માટેનું નૃત્ય નથી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના એક એક પગલાં પાછળ, ધાર્મિક, આધ્યાત્મિક અને પારિવા‌િરક ભાવનાઓ છુપાયેલી છે. ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ જીવનમાં સમર્પણ ભાવ શીખવે છે અને જ્યાં સમર્પણ ભાવ હોય ત્યાં સ્વાભાવિક ‘ઉદ્વેગ’ને ક્યારેય પણ સ્થાન મળતુ નથી.

અન્ય નૃત્યાંગના તન્વી ચૌધરી અને કુ.હેનાલી પરવટીયાએ પણ વૈશાલી ઉમરીયાની સમાંતર ભાવ પ્રગટ કર્યા હતા.

મુંદ્રા ડાન્સિંગ એકેડેમીના સ્થાપક કાશ્મીરા પટેલે ‘ભરતનાટ્યમ્’ની મૂળભૂત ભાવના, લય, તર્જ વગેરે જાળવી રાખવા સાથે ગુજરાતી પ્રચલિત અને અધ્યાત્મનો ભાવ પ્રગટ કરતા ગુજરાતી ગીતોને સ્થાન આપીને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યમાં નવો ચીલો પાડવાનો કરેલો પ્રયાસ ગુજરાતી પરિવારો અને ગુજરાતી સમાજમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની જડને વધુ મતબૂત અને લોકપ્રિય બનાવશે.

આ પણ વાંચો :-