- સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, ઈસરોની ચકાસણી તેમજ વેરિફિકેશન થયા બાદ મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીને ઝડપી લીધો છે.
ચંદ્રયાન-૩ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટી ગયો છે. સૂત્રોની આધારભૂત માહિતી પ્રમાણે, સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની સોમવારની મોડી રાત્રે અટકાયત કરી લીધી છે. મિતુલ ત્રિવેદી પોતે ઈસરો અને નાસા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતો હતો. જેને લઈ સુરત પોલીસે કેટલાક પુરાવા ચકાસણી કરવા માટે ઈસરો બેંગલોર મોકલ્યા હતા.
સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, ઈસરોની ચકાસણી તેમજ વેરિફિકેશન થયા બાદ મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીને ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જ મિતુલ ત્રિવેદી ફ્રોડ હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ હવે મિતુલ ત્રિવેદીની ડિગ્રીઓ અને અન્ય કોઈની સાથે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો :-