ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ખગ્ગુસરાય વિસ્તારમાં 46 વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. ડીએમ-એસપી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન આ વિસ્તારમાં એક મંદિર બંધ હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર પહોંચ્યા બાદ મંદિર ખોલવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓએ જાતે જ પોતાના હાથે શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરી. મંદિરનો વીડિયો પણ બહાર આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી મંદિરની ઘંટડી વગાડતો જોઈ શકાય છે.

ડીએમએ જણાવ્યું હતું કે, ‘શનિવારે (14મી ડિસેમ્બર) સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વીજળી ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મસ્જિદોમાં વીજળીની ચોરી થઈ રહી છે. આ વિસ્તારમાં મંદિર બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. મંદિરની સફાઈ કરી.
મંદિરમાં હનુમાન, શિવલિંગ, નંદી અને કાર્તિકેયની મૂર્તિઓ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં અતિક્રમણને કારણે મંદિર પર કબજો જમાવી લેવામાં આવ્યો હતો પરંતુ હવે પોલીસ પ્રશાસને અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરીને આ જગ્યાને બુલડોઝ કરી દીધું અને પછી આ મંદિરની શોધ થઈ. મંદિર પાસે એક કૂવો અને પીપળનું ઝાડ પણ હતું. સંભલના એસડીએમ વંદના સિંહે જણાવ્યું હતું કે પ્રશાસનની ટીમ શનિવારે સવારે અહીં પહોંચી હતી જ્યારે વીજળી ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આ મંદિર પ્રકાશમાં આવ્યું. આ પછી ડીએમને જાણ કરવામાં આવી અને મંદિરના તાળા ખોલવામાં આવ્યા.
નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે, મંદિર 1978 બાદ પહેલી વખત ફરી ખોલવામાં આવ્યું છે. અમે ખગ્ગુ સરાઈ વિસ્તારમાં રહેતા હતા. અમારું નજીકમાં (ખગ્ગુ સરાઈ વિસ્તારમાં) એક ઘર છે. 1978 બાદ અમે ઘર વેચીને જગ્યા ખાલી કરી દીધી. આ ભગવાન શિવનું મંદિર છે. અમે આ જગ્યા છોડી દીધી અને અમે આ મંદિરની સાર-સંભાળ રાખી શક્યા નહીં. આ જગ્યાએ કોઈ પૂજારી રહેતા નથી. 15-20 પરિવાર આ વિસ્તાર છોડી ચૂક્યા છે. અમે મંદિર બંધ કરી દીધું હતું, કારણ કે પૂજારી અહીં રહી શકતા નહોતા. પૂજારીએ અહીં રોકાવાની હિંમત ન કરી. મંદિર 1978માં બંધ થયું હતું અને આજે તેને ખોલી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-