ઈરાન યુદ્ધમાં યુદ્ધ વિરામ અંગે અનિશ્ચિતતા વચ્ચે તણાવ ચાલુ રહેતા તેની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી હતી.
24 એપ્રિલે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સતત બીજા સત્રમાં નીચા સ્તરે બંધ થયા, જેમાં નિફ્ટી 24200 ની નીચે બંધ થયો. સેન્સેક્સ 852.49 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 77664 પર બંધ થયો, અને નિફ્ટી 205.05 પોઈન્ટ અથવા 0.84 ટકા ઘટીને 24173.05 પર બંધ થયો હતો. લગભગ 1688 શેરમાં ભાવ વધ્યા હતા, જ્યારે 2409 શેરોમાં ભાવ ઘટેલા જોવા મળ્યા હતા. જ્યારે 155 સ્ક્રીપ્ટ યથાવત રહી હતી.
ગુરુવારે શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ 78516.49 ના બંધ સ્તર સામે 77983.66 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 24378.10 ના બંધ સ્તર સામે 24202.35 પર ખુલ્યો હતો.