મહેસાણામાં અર્બન કો-ઓપરેટિવ બેંક પર RBIએ રૂ.15 લાખનો દંડ ફટકાર્યો

Share this story

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા-RBIએ મહેસાણા અર્બન કો-ઓપરિવ બેંક ને નિયમનું યોગ્યરીતે પાલન ન થતું હોવાથી રૂ.૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. RBIએ ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ ઑડિટ કર્યું હતું. નિરિક્ષણમાં બહાર આવ્યું કે બેંકે અયોગ્ય ટ્રસ્ટોના બચત બેંક ખાતા ખોલ્યા છે. તેની સંપૂર્ણ આવકને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ આવકવેરા ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી.

સમગ્ર મામલે બેંકને કારણદર્શક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. RBI તપાસમાં નિર્દેશોનું પાલન ન કરવાનો ચાર્જ સાબિત થયો હતો, તેથી RBIએ મહેસાણા અર્બન કો-ઓપરિવ બેંકને ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે.બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૪૬(૪)(i), કલમ ૪૭-A(૧)(c) મુજબ દંડ લાગુ કર્યો છે.

RBIએ ગત અઠવાડિયે ૧૭ નવેમ્બરે ખાનગી ક્ષેત્રની મોટી બેંક એક્સિસ બેંક સામે મોટી કાર્યવાહી કરી હતી. એક્સિસ બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ બેંક દ્વારા તેના ગ્રાહકો પ્રત્યે દાખવવામાં આવેલી બેદરકારીને કારણે લગાવવામાં આવ્યો હતો. RBIનું કહેવું છે કે બેંકે RBIના નિર્દેશોનું પાલન કર્યું નથી.

RBIએ એક્સિસ બેંકને ૯૦.૯૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એક્સિસ બેંક પર દંડ લગાવ્યા બાદ RBIએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે KYC ગાઇડલાઇન, રિસ્ક મેનેજમેન્ટ અને ૨૦૧૬ના લોન નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે AXIS Bank પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-