ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો

Share this story

ગુજરાતમાં ચોમાસું એકદમ સક્રિય છે. મેઘરાજા આખા ગુજરાત પર રાઉન્ડમાં નીકળ્યા હોય એમ એક પછી એક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. પહેલા દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર- કચ્છા ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મેઘાની મહેર જોવા મળશે. ખાસ કરીને આજે શનિાવરે દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Update Today: दिल्ली-यूपी में बारिश, जानिए अन्य राज्यों के मौसम का हाल - weather update today delhi up barish himachal pradesh Kerala rainfall alert mausam ki jankari lbs - AajTak

શુક્રવારે સવારે ધબધબાટી બોલાવ્યા બાદ બપોર પછી વરસાદનું જોર ઘટતું દેખાય છે. કારણ કે ગાંધીનગરના માણસામાં સવારે ત્રણ ઈંચ વરસાદ નોંધાયા બાદ બીજે ક્યાંય આ કરતા વધારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

શુક્રવારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને જળબંબાકાર કર્યા બાદ આજે મેઘાની સવારી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 7 સપ્ટેમ્બર 2024, ગણેશ ચતુર્થીના દિવસે દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માણસામાં 2.99 ઇંચ, દહેગામમાં 2.83 ઇંચ, નાંદોદ 2.32 ઇંચ, કપડવંડ 2.09 ઇંચ, સિનોર 1.97 ઇંચ, ગરુડેશ્વર 1.65 ઇંચ, કપરાડા 1.57 ઇંચ અને જેસર 1.14 ઇંચમાં ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :-