HomeNationalરેલવેએ વિનશ ફોગટ અને બજરંગ પુનિયાનું રાજીનામું રેલવેએ સ્વીકાર્યું

રેલવેએ વિનશ ફોગટ અને બજરંગ પુનિયાનું રાજીનામું રેલવેએ સ્વીકાર્યું

Date:

Related stories

નવરાત્રી 2026: નવ દિવસ, નવ રંગ! જાણો કયા દિવસે કયો રંગ પહેરવો અને તેનું શું છે મહત્વ

શારદીય નવરાત્રી એ માતા દુર્ગાની આરાધના, શક્તિ અને ભક્તિનો...

રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ! જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘રામાયણ પાર્ટ 1’ને લઈને...

ખેલૈયાઓની સુરક્ષા સામે સવાલ! અમદાવાદમાં ફાયર NOC વગર ‘સાંચી ગરબા’નું આયોજન થયાનો આક્ષેપ

નવરાત્રીના માહોલ વચ્ચે અમદાવાદમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો...

ટ્રમ્પનો નવો વિચાર! હવે એટલાન્ટિક કે પેસિફિક મહાસાગરનું નામ ‘ટ્રમ્પ ઓશન’ રાખવાની ચર્ચા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટિક અથવા પેસિફિક મહાસાગરનું નામ...
spot_img

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાના બે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પોતાના પક્ષમાં સામેલ કર્યા છે. આ પહેલા વિનેશ અને બજરંગે રેલવે નોકરીમાંથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. આ પછી રેલવેએ બંને કુસ્તીબાજોને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. જો કે, હવે રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત આપી છે અને બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

કોંગ્રેસમાં જોડાશે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા, રેસલિંગ બાદ રાજકારણમાં કરશે એન્ટ્રી | Sandesh

ચૂંટણી પંચના નિયમો અનુસાર, જ્યાં સુધી રેલવે વિનેશ ફોગટનું રાજીનામું સ્વીકારી ન લે અને તેને એન.ઓ.સી. ન આપે, ત્યાં સુધી તેઓ ચૂંટણી લડી શકે નહીં. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે. જો કે હવે બજરંગ અને વિનેશના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર મહિલા રેસલર વિનેશ ફોગટને રાજ્યની જુલાના વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, બજરંગ પુનિયા ચૂંટણી લડશે નહીં. તેમને ભારતીય કિસાન કોંગ્રેસના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છ

કોંગ્રેસે વિનેશ ફોગાટને તેમના સ્વસુર પક્ષ જુલાનાથી ટિકિટ આપી છે. જુલાણા બેઠક પર કોંગ્રેસ ઘણા સમયથી જીતની રાહ જોઈ રહી છે. કોંગ્રેસે છેલ્લે 2005માં આ બેઠક જીતી હતી. પાર્ટીની બગડતી પ્રતિષ્ઠાને સુધારવા માટે પાર્ટીએ વિનેશ ફોગાટને ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું છે. વિનેશનો મુકાબલો જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વર્તમાન ધારાસભ્ય અમરજીત ધાંડા સામે થશે.

જેજેપીએ 2019ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. અમરજીત ધાંડાએ ભાજપના પરમિંદર સિંહ ધૂલને 24,193 હજાર મતોથી હરાવ્યા. ધંડાને 61,942 વોટ મળ્યા હતા જ્યારે ધૂલ 37,749 હજાર વોટ મેળવીને બીજા ક્રમે રહ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories