હાથમાં બંધારણની કોપી લઈને પ્રિયંકા ગાંધી લીધા સાંસદ પદના શપથ

Share this story

વાયનાડથી લોકસભા પેટા ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રાથી લઈને બાળકો પણ સંસદમાં હાજર હતા. લોકસભામાં પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા અને બીજી તરફ એક વાર ફરીથી સંસદમાં હંગામો શરુ થયો હતો. જેના પગલે ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રિયંકા ગાંધીનું નામ બોલાવતા જ તેઓ પોતાના હાથમાં બંધારણની પુસ્તક લઈને પહોંચ્યા અને શપથ લીધા. રાહુલ ગાંધી દ્વારા ખાલી કરાયેલી સીટ પર યોજાયેલી વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકાએ 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આ રીતે ગાંધી પરિવારના ત્રણ લોકો આજથી સંસદમાં જોવા મળશે.

આ પહેલા બુધવારે કેરળ કોંગ્રેસના નેતાઓએ પ્રિયંકા ગાંધીને જીતનું પ્રમાણપત્ર આપ્યું હતું. પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણીમાં 6 લાખ 22 હજાર 338 મત મળ્યા હતા. જ્યારે સીપીઆઈના ઉમેદવાર સત્યમ મોકેરી બીજા ક્રમે રહ્યા હતા. તેમને 2 લાખ 11407 મત મળ્યા હતા. આ પેટાચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે રહી હતી. ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસને તેમના ખાતામાં 1 લાખ 99939 મત મળ્યા હતા.

આ પણ વાંચો :-