વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ હવે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચ્યા બાદ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
વડા પ્રધાને આ સમિટમાં કહ્યું હતું કે ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજી વાર ચૂંટી કાઢી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. તેમણે એ પછી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ પણ પહોંચી ગયા છે.
આ RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.
વડા પ્રધાન મોદી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવ્યા પછી બપોરે 1.30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યાર બાદ 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં રૂ. 8000 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.
આ પણ વાંચો :-